બારે મેઘ ખાંગા/ ગુજરાત થશે પાણી પાણી, અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લામા?

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો, રાજયમાં ફરી એક વખત વરસાદી માહોલ બનવાનો છે ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે ગુજરાતમાં આજથી ભારેથી અતિભારે વરસાદ આગાહી થવાની કરી છે.

રાત્રે, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ સારો વરસાદ પડ્યો છે. પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. અત્યારે હજુ પણ ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ ચાલુ છે.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમા જૂનાગઢના ભેંસાણમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય સુરતના ચોર્યાસીમાં પણ ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો તેમજ પાટણ, પોરબંદર અને મહેસાણામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો.

આજથી 12 જુલાઈ સુધીના દિવસો દરમિયાન સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ ચાલુ થશે અને અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ મધ્ય ગુજરાતની સાથોસાથ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભુક્કા બોલાવે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, પોરબંદર, રાજકોટ, બોટાદ, વડોદરા, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

તો આવતી કાલે 8 જૂલાઈએ જામનગરમાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. આ સિવાય કચ્છ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યુ છે.

વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment