ગુજરાતની માથે ભારે વરસાદનો ખતરો હજુ પણ તોળાયેલો છે. રાજ્યમાં આજથી લઈને 17 જૂન સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં પણ આજે અને કાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદ પડશે. આ સિવાય અમદાવાદમાં પણ 48 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ તંત્ર દ્વારા આજે 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતના જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામા આવી છે.
જો કે ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન ખાતા દ્વારા 12 જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના કચ્છ, દ્રારકા, જામનગર, રાજકોટ, મોરબી, છોટાઉદેપર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આ સિઝનનો 65 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમા 94 ટકા વરસાદ 12 જુલાઈ સુધીમાં પડી ગયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 164 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 15.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુબિરમાં 9.5 ઈંચ, પારડીમાં 11.44 ઈંચ, ધરમપુરમાં 13.6 ઈંચ, ખેરગામમાં 7.5 ઈંચ , ડભોઈમાં 7 ઈંચ, વાંસદામાં 7 ઈંચ , વાપીમાં 10.4 ઈંચ, નાંદોદમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ અને ઉમરગામમાં 8.56 ઈંચ વરસાદ નોધાયો હતો.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.