બંગાળની ખાડીનું લો પ્રેશર/ આજે ગુજરાત ઉપરથી પસાર થતાં અતિભારે વરસાદ, ક્યાં ક્યાં?

WhatsApp Group Join Now

ગઈકાલે દિવસે વરસાદે નાનો વિરામ લીધો હતો પરંતુ રાત્રે ઘણી જગ્યાએ વરસાદ વરસ્યો હતો. બંગાળની ખાડીનું લો-પ્રેશર ગુજરાત ઉપરથી જ પસાર થવાનું છે તેને કારણે રાજ્યમાં હજી બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતાઓ રહેશે.

આજે (14 તારીખે) દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા રહેશે અને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આગાહી છે.

આ સિવાય મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં કડાકા ભડાકા સાથે ઘણા વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના રહેશે.

Weather મોડેલ મુજબ આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી, ડાંગ, ભરૂચ અને છોટાઉદેપુર જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, મહુવા, દીવ, અમરેલી અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા ગણવી. આ સાથે અમદાવાદ, ઉત્તર સુરેન્દ્રનગર, મોરબી અને હિંમતનગર આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ પડશે.

હવામાન ખાતાની આગાહી મુજબ આજે 14 જુલાઈના રોજ જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા અને તાપી જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

15 તારીખે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ભાવનગર, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment