ગુજરાત ઉપર છવાયેલું વેલ માર્ક લો પ્રેશર હવે લો પ્રેશરમાં કન્વર્ટ થઈને ધીરે ધીરે કચ્છના અખાત તરફ ફંટાઈ રહી છે. આ સિસ્ટમની અસરથી ખાસ કરીને આજે નોંધપાત્ર વરસાદની એક્ટિવિટી જોવા મળશે. જેમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારમાં આજે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે.
વરસાદનો રાઉન્ડ ધીરે ધીરે ચાલુ જ રહેશે. જોકે 14 અને 15 ઓગસ્ટ દરમિયાન વરસાદની એક્ટિવિટી નબળી રહી શકે છે. ત્યારબાદ ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવશે. નવી સિસ્ટમની વાત કરીએ તો, 13 ઓગસ્ટની આજુબાજુ ફરીથી બંગાળની ખાડીમાં ફ્રેશ લો પ્રેસર બનશે.
આ સિસ્ટમ પણ ધીરે ધીરે પશ્ચિમમાં ગતિ કરી અને 16 જુલાઈની આજુબાજુ ગુજરાત ઉપર છવાય તેવા સંકેતો હવામાનના GFS મોડલમાં સ્પષ્ટ સંકેતો જણાઈ રહ્યા છે.
આમ, ફરીથી 16 ઓગસ્ટથી 18 ઓગસ્ટ દરમિયાન વરસાદનો એક સારો રાઉન્ડ સમગ્ર રાજ્યમાં જોવા મળશે. એટલે કે, 19 ઓગસ્ટ સુધી વરસાદની એક્ટિવિટી રાજ્યમાં ઘણા વિસ્તારોમાં જોવા મળશે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.