અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સર્જાવાના કારણે વરસાદની સિસ્ટમ સક્રિય બની છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને પગલે દરિયો ગાંડોતુર બન્યો છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. એવામાં હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે કે આગામી 3 દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે.
હવામાન વિભાગનું (Meteorological Department) માનીએ તો ત્રણ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. 11 ઓગસ્ટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 12 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. દરિયાકિનારે ભારે ફુંકાવાની આગાહીના પગલે દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યુ છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી પાંચ વરસાદી માહોલ યથાવત્ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં ભારે વરસાદની શક્યતા છે.
અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સર્જાવાના કારણે વરસાદની સિસ્ટમ સક્રિય બની છે. જેના લીધે દરિયો ગાંડોતુર બન્યો છે. હવામાનની આગાહી અને ભારે પવન ફુંકાવાના પગલે જાફરાબાદ બંદર પર 10 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. તો જૂનાગઢ માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.