સૌરાષ્ટ્ર-કચ્છમાં ટકરાશે વાવાઝોડું! આટલાં જિલ્લામાં રેડ એલર્ટ! વાવાઝોડાં સાથે ભારે વરસાદની આગાહી

બિપરજોય વાવાઝોડું અત્યારે ખુબ જ મજબૂત બનીને પોરબંદરથી દક્ષિણ પશ્ચિમ દિશામાં 500 કિમી દૂર છે. અત્યારે 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને ખૂબ જ ધીમી ગતિએ સૌરાષ્ટ્ર કચ્છ તરફ આગળ વધી રહ્યું છે.

બિપરજોય વાવાઝોડું હવે ખુબજ ભયાનક સ્વરૂપ લઇ રહ્યું છે. પરંતુ તે સમયે આંતરરષ્ટ્રિય સંસ્થા (JTWC) એ તે સમયે એકાદ એવિડન્સ જ હોવાના કારણે એટલે કે પૂરતા સંકેતો (લિમિટેડ એવિડન્સ) નાં અભાવે વાવાઝોડાને કેટેગરી 2 (85 kts – 155 કિમી પ્રતિ કલાકનો પવન) માં જ રાખ્યું હતું.

મોડીરાત્રે JTWC ને ફરી એ જ એવિડન્સ મળ્યા અને સાથે બીજા અમુક એવિડન્સ મળતા પોતાના અપડેટમાં સ્વીકાર કર્યો કે વાવાઝોડું છેલ્લા 12 કલાકથી એટલે કે ગઈકાલ બપોરથી જ કેટેગરી 3 ( 105 kts – 195 કિમી પ્રતિ કલાકનો પવન) માં આવી ચૂક્યું હતું અને આખરે તેમણે કેટેગરી 3 માં મોડી રાત્રે અપગ્રેડ કરી દીધું છે.

મિત્રો વાવાઝોડાનો પાથ હજુ પણ દીવથી કરાચીની વચ્ચે કોઈ પણ જગ્યા નો રહી શકે અને સિધે સીધું સૌરાષ્ટ્ર કચ્છનાં દરિયા કાંઠે ત્રાટકે તેવી શકયતા વધી રહી છે. અત્યારની આગળ વધવાની ઝડપ મુજબ 14થી 16 જૂન ની વચ્ચે દીવથી કચ્છનાં કોઈ લોકેશન પર આ શકયતા વધી રહી છે.

સૌરાષ્ટ્રનાં દરિયા કાંઠામાં અત્યારથી જ કરંટ જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા ઉછળવાની શરૂઆત થઈ ગઈ છે. આ સંજોગોમાં હવે પૂરી તૈયારી રાખવી અને કોઈ પણ પ્રકારની ગફલતમાં રહેવું નહિ.

વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાને રાખીને NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. સુરત, પોરબંદર, વલસાડ અને દ્વારકામાં દરિયાકિનારે જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સોમનાથ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોના જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

બિપોરજોય વાવાઝોડાને લઈ ગીર સોમનાથમાં એલર્ટ જાહેર કરાયું છે. વેરાવળ બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગીર સોમનાથ વહીવટી અને પોલીસ તંત્ર પણ સતર્ક છે. વેરાવળ સોમનાથના સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વેરાવળની ચોપાટી પર પણ લોકોના જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. કોઈપણ સ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment