ગુજરાતમાં લાભ પાંચમના દિવસથી ખેડૂતો માટે ટેકા હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબિન સહિતના પાકોની ખરીદીનો શુભારંભ કરાયો હતો. રાજકોટ ખાતે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે ઉપસ્થિત રહી હર્ષોલ્લાશ સાથે રાજકોટ જિલ્લામાં સરકારી ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે રાજકોટ જિલ્લામાં 11 સહિત રાજ્યમાં કુલ 160 કેન્દ્રો ખુલ્લા મુકાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ ૩1/10/2022 ને સોમવારના રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 48571 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1120થી 1325 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 15886 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1165થી 1411 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ ૩1/10/2022 ને સોમવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 56421 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1151થી 1340 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 12670 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1701 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ ૩1/10/2022 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ વિસાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1516 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1800 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 31/10/2022 સોમવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1120 | 1325 |
પોરબંદર | 1090 | 1230 |
વિસાવદર | 992 | 1516 |
મહુવા | 1078 | 1326 |
જામજોધપુર | 1000 | 1280 |
ભાવનગર | 1010 | 1275 |
તળાજા | 950 | 1318 |
હળવદ | 1165 | 1411 |
જામનગર | 1000 | 1265 |
ધ્રોલ | 1060 | 1181 |
સલાલ | 1100 | 1320 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 31/10/2022 સોમવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1080 | 1285 |
જસદણ | 1050 | 1325 |
મહુવા | 1072 | 1358 |
જામજોધપુર | 1000 | 1350 |
ધોરાજી | 900 | 1206 |
વાંકાનેર | 1000 | 1428 |
તળાજા | 1200 | 1625 |
ભાવનગર | 1000 | 1791 |
જામનગર | 1200 | 1800 |
બાબરા | 1138 | 1272 |
ધારી | 1000 | 1253 |
ખંભાળિયા | 1000 | 1501 |
પાલીતાણા | 1131 | 1225 |
લાલપુર | 1081 | 1175 |
ધ્રોલ | 1060 | 1297 |
હિંમતનગર | 1100 | 1701 |
તલોદ | 1000 | 1605 |
મોડાસા | 1000 | 1480 |
ડિસા | 1151 | 1340 |
ટિંટોઇ | 1040 | 1420 |
ઇડર | 1200 | 1546 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1070 | 1312 |
ભીલડી | 1050 | 1262 |
વડગામ | 1160 | 1301 |
લાખાણી | 1100 | 1300 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.