નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1585, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં દિવાળી બાદ નરમ માહોલ છે. ખાસ કરીને સીંગદાણાનાં ભાવ ટને રૂ. 2000થી 2500 દિવાળી બાદ ઘટી ગયા હોવાથી અને સીંગતેલ પણ અંદરખાને નરમ હોવાથી મગફળીની બજારમાં મણે રૂ. 15થી 20નો ઘટાડો થયો હતો. ગુજરાતમાં સરકાર દ્વારા મગફળીની ટેકાનાં ભાવથી ખરીદી શરૂ થઈ ગઈ છે પરંતુ હજી સુધી ખાસ કોઈ ખરીદી થઈ નથી , કારણ કે બજારમાં ભાવ હજી ઊંચા છે. આગામી દિવસોમાં સરકારને બહુ મગફળી મળે તેવી પણ સંભાવનાં હાલ ઓછી છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે, વર્તમાન સંજોગોમાં મગફળીની બજારમાં નરમ ટોન છે અને આગળ ઉપર બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણાં દેખાય રહી છે પરંતુ જો સીંગતેલનાં ભાવ વધે તો જ બજારમાં ઘટાડો અટકી શકે છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 01/11/2022 ને મંગળવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 27351 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 830થી 1386 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 12251 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1050થી 1462 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 01/11/2022 ને મંગળવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 10550 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1371 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 16135 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1200થી 1585 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 01/11/2022 ને મંગળવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1525 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1585 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 01/11/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 950 1331
અમરેલી 880 1276
કોડીનાર 825 950
સાવરકુંડલા 1005 1307
જેતપુર 875 1325
પોરબંદર 890 990
વિસાવદર 874 1336
મહુવા 941 1224
ગોંડલ 830 1386
કાલાવડ 1000 1307
જુનાગઢ 950 1240
જામજોધપુર 1000 1320
ભાવનગર 1215 1347
માણાવદર 1375 1376
તળાજા 970 1242
હળવદ 1050 1462
જામનગર 1000 1265
ધ્રોલ 1150 1201
સલાલ 1210 1525

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 01/11/2022 મંગળવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1370
અમરેલી 800 1250
કોડીનાર 950 1362
સાવરકુંડલા 995 1333
જસદણ 900 1350
મહુવા 920 1340
ગોંડલ 925 1396
કાલાવડ 1050 1366
જુનાગઢ 900 1305
જામજોધપુર 1050 1330
ઉપલેટા 1000 1310
ધોરાજી 766 1146
વાંકાનેર 1160 1284
જેતપુર 850 1346
તળાજા 1100 1275
ભાવનગર 951 1299
મોરબી 1138 1170
જામનગર 1100 1325
બાબરા 920 980
ધારી 985 1140
ખંભાળિયા 850 1090
પાલીતાણા 1000 1180
ધ્રોલ 1040 1136
હિંમતનગર 1200 1585
પાલનપુર 1090 1344
તલોદ 1336 1525
મોડાસા 1100 1561
ડિસા 1100 1371
ઇડર 1100 1566
ધાનેરા 1100 1321
થરા 1161 1270
દીયોદર 1080 1207
વડગામ 1000 1211
ઇકબાલગઢ 980 1349
સતલાસણા 1250 1251

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment