નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1621, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની આવકો એક લાખ ગુણી ઉપરની થઈ રહી છે, પંરતુ હવાવાળો માલ વધારે આવતો હોવાથી મગફળીનાં ભાવ હજી ઘટતા નથી. વળી તહેવારોની માંગને ધ્યાનમાં રાખીને પિલાણવાળા અને દાણાવાળા ઊંચા ભાવથી ખરીદી કરી રહ્યાં હોવાથી મગફળીનાં ભાવ મચક આપતા નથી. આગામી થોડા દિવસો સરેરાશ મગફળી બજારમાં લેવાલી ઉપર જ બજારનો આધાર રહેલો છે.

રાજકોટ અને ડીસામાં આઠમને કારણે મગફળીની હરાજી બંધ રહી હતી. હજી દશેરાનાં દિવસે પણ મોટા ભાગના યાર્ડો બંધ રહે તેવી ધારણાં છે. પરિણામે મગફળીની આવકનો પ્રવાહ ગુરૂવારથી જ રેગ્યુલર થાય તેવી ધારણા છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 03/10/2022 ને સોમવારના રોજ જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 3640 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1316 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 14383 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 850થી 1366 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 03/10/2022 ને સોમવારના રોજ જામજોધપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 6000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1371 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 14310 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1200થી  1621 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 03/10/2022 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1450 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1621 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 03/10/2022 સોમવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
અમરેલી 800 1301
કોડીનાર 838 1038
સાવરકુંડલા 1000 1382
જેતપુર 700 1401
પોરબંદર 900 901
વિસાવદર 882 1366
મહુવા 1030 1338
ગોંડલ 850 1366
કાલાવડ 1050 1275
જુનાગઢ 850 1272
જામજોધપુર 1000 1316
ભાવનગર 1157 1319
માણાવદર 1375 1376
તળાજા 931 1184
ભેસાણ 800 1158
ધ્રોલ 1150 1250
સલાલ 1150 1450

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 03/10/2022 સોમવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
અમરેલી 1000 1300
કોડીનાર 992 1368
સાવરકુંડલા 990 1220
જસદણ 900 1330
મહુવા 1036 1270
ગોંડલ 900 1356
કાલાવડ 1250 1414
જુનાગઢ 900 1404
જામજોધપુર 1000 1336
ધોરાજી 956 1216
વાંકાનેર 1100 1350
જેતપુર 821 1331
તળાજા 1100 1333
ભાવનગર 950 1265
મોરબી 930 1210
બાબરા 985 1035
ધારી 1080 1165
લાલપુર 1045 1060
ધ્રોલ 900 1093
હિંમતનગર 1200 1621
પાલનપુર 1081 1429
તલોદ 1300 1500
મોડાસા 1120 1515
ટિંટોઇ 950 1230
ઇડર 1250 1569
ધનસૂરા 1200 1300
ધાનેરા 1177 1301
થરા 1160 1260
દીયોદર 1000 1240
વડગામ 1182 1235
ઇકબાલગઢ 850 1409

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment