ખાદ્યતેલ બજારો ઘટી રહ્યાં હોવાથી મગફળીની બજારમાં પણ સરેરાશ નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ વર્તમાન સંજોગોમા બજારમાં વેચવાલી પ્રમાણમાં ઓછી છે, જેને પગલે આગામી દિવસોમાં બજારનો આધાર સીંગતેલ અને ખોળની બજાર ઉપર વધારે રહેલો છે.
ગોંડલમાં આજે વેપારો અને આવકો સારી હોવા છત્તા સરેરાશ ભાવ ટકેલા રહ્યાં હતાં. અન્ય સેન્ટરોમાં પણ બજારો થોડા ડાઉન હતાં. અમુક ક્વોલિટીમાં બજારો રૂ.10 મણે ઘટ્યાં હતાં. દેવદિવાળી હોવાથી પીઠાઓમાં આવકો પણ ઓછી જોવા મળી હતી.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 08/11/2022 ને મંગળવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 28737 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 830થી 1321 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 8800 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1011થી 1280 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 08/11/2022 ને મંગળવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 14074 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 925થી 1371 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 19081 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1765 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 08/11/2022 ને મંગળવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ વિસાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1676 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1900 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 08/11/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1070 | 1307 |
અમરેલી | 1072 | 1266 |
કોડીનાર | 1136 | 1213 |
સાવરકુંડલા | 1155 | 1281 |
જેતપુર | 921 | 1281 |
પોરબંદર | 1075 | 1230 |
વિસાવદર | 892 | 1676 |
મહુવા | 1320 | 1491 |
ગોંડલ | 830 | 1321 |
કાલાવડ | 1050 | 1270 |
જુનાગઢ | 1020 | 1308 |
જામજોધપુર | 1011 | 1280 |
તળાજા | 1080 | 1282 |
જામનગર | 1000 | 1225 |
ભેસાણ | 900 | 1193 |
ધ્રોલ | 1140 | 1270 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 08/11/2022 મંગળવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1050 | 1307 |
અમરેલી | 850 | 1266 |
કોડીનાર | 1159 | 1322 |
સાવરકુંડલા | 1052 | 1296 |
જસદણ | 1050 | 1285 |
મહુવા | 1079 | 1336 |
ગોંડલ | 925 | 1371 |
કાલાવડ | 1150 | 1325 |
જુનાગઢ | 1000 | 1240 |
જામજોધપુર | 991 | 1440 |
ઉપલેટા | 1060 | 1216 |
ધોરાજી | 1001 | 1241 |
વાંકાનેર | 900 | 1375 |
જેતપુર | 951 | 1686 |
તળાજા | 1250 | 1505 |
રાજુલા | 1000 | 1221 |
મોરબી | 1000 | 1416 |
જામનગર | 1000 | 1900 |
બાબરા | 1135 | 1245 |
બોટાદ | 1000 | 1215 |
ભચાઉ | 1340 | 1385 |
ધારી | 960 | 1191 |
ખંભાળિયા | 1000 | 1460 |
પાલીતાણા | 1141 | 1275 |
લાલપુર | 1045 | 1173 |
ધ્રોલ | 1001 | 1261 |
હિંમતનગર | 1100 | 1765 |
તલોદ | 1150 | 1510 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.