નવી મગફળીની આવકો સતત વધી રહી છે અને ભાવમાં સરેરાશ નરમાઈ જોવા મળી હતી. ઉત્તર ગુજરાતમાં ડીસા-હિંમતનગર સહિતનાં સેન્ટરમાં પણ આવકો સારી હતી. ડીસામાં 54 હજાર બોરીની સિઝનની સૌથી વધુ આવકો થઈ હતી. સમગ્ર ગુજરાતમાં 1.75થી 2 લાખ ગુણી આસપાસની આવક હતી. બજારમાં દાણાબરમાં મણે રૂ.10થી 15 નરમ હતાં.
મગફળીનાં વેપારીઓ કહે છે કે, વર્તમાન સંજોગમાં બજારમાં વેચવાલી વધી છે, પંરતુ સારો માલ બહુ ઓછો આવે છે. હજી ભેજનું પ્રમાણ વધારે છે. હિંમતનગરનાં વેપારીઓ કહે છે કે, અમારા વિસ્તારમાં વરસાદને કારણે માલ કાળો પડી ગયો છે અને સારી ક્વોલિટીની મગફળી હવે બહુ ઓછી આવે તેવું લાગી રહ્યું છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 10/10/2022 ને સોમવારના હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 20144 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1150થી 1498 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 26883 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1476 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 10/10/2022 ને સોમવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 54050 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1150થી 1461 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 18220 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1300થી 1741 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 10/10/2022 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1500 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1741 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 10/10/2022 સોમવારના જાડી મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1050 | 1417 |
| અમરેલી | 899 | 1350 |
| કોડીનાર | 950 | 1200 |
| સાવરકુંડલા | 777 | 1407 |
| જેતપુર | 711 | 1391 |
| પોરબંદર | 1125 | 1126 |
| વિસાવદર | 893 | 1521 |
| મહુવા | 1118 | 1401 |
| ગોંડલ | 900 | 1476 |
| કાલાવડ | 1150 | 1365 |
| જુનાગઢ | 1000 | 1380 |
| જામજોધપુર | 1000 | 1340 |
| ભાવનગર | 1236 | 1413 |
| માણાવદર | 1375 | 1376 |
| તળાજા | 950 | 1406 |
| હળવદ | 1150 | 1498 |
| જામનગર | 1000 | 1280 |
| ભેસાણ | 900 | 1400 |
| ધ્રોલ | 1240 | 1350 |
| સલાલ | 1300 | 1500 |
| દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 10/10/2022 સોમવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1030 | 1350 |
| અમરેલી | 830 | 1300 |
| કોડીનાર | 970 | 1359 |
| સાવરકુંડલા | 830 | 1490 |
| જસદણ | 800 | 1400 |
| મહુવા | 955 | 1376 |
| ગોંડલ | 930 | 1481 |
| કાલાવડ | 1250 | 1480 |
| જુનાગઢ | 1050 | 1500 |
| જામજોધપુર | 1000 | 1361 |
| ઉપલેટા | 1050 | 1280 |
| ધોરાજી | 836 | 1206 |
| વાંકાનેર | 1171 | 1481 |
| જેતપુર | 886 | 1556 |
| તળાજા | 1100 | 1435 |
| ભાવનગર | 1000 | 1632 |
| રાજુલા | 1046 | 1047 |
| મોરબી | 1000 | 1334 |
| જામનગર | 1100 | 1420 |
| બાબરા | 1040 | 1100 |
| ધારી | 1095 | 1230 |
| ખંભાળિયા | 950 | 1275 |
| લાલપુર | 1065 | 1200 |
| ધ્રોલ | 1160 | 1315 |
| હિંમતનગર | 1300 | 1741 |
| પાલનપુર | 1150 | 1585 |
| મોડાસા | 1150 | 1626 |
| ડિસા | 1150 | 1461 |
| ટિંટોઇ | 1201 | 1500 |
| ઇડર | 1350 | 1703 |
| ધનસૂરા | 1000 | 1300 |
| ધાનેરા | 1125 | 1400 |
| ભીલડી | 1071 | 1400 |
| થરા | 1100 | 1346 |
| દીયોદર | 1150 | 1430 |
| વડગામ | 1081 | 1339 |
| શિહોરી | 1083 | 1235 |
| ઇકબાલગઢ | 1186 | 1472 |
| સતલાસણા | 1101 | 1225 |
| લાખાણી | 1031 | 1255 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.










