નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1925, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની રાજકોટ અને ગોંડલમાં આજે એક-એક લાખ ગુણી ઉપરની આવક હતી, પંરતુ ઓલઓવર અત્યારે ભર સિઝને આવકો ઓછી છે, જે બતાવે છે કે મગફળીનો પાક ઓછો છે. સીંગદાણાનાં કારખાનેદારને મગફળી મળતી ન હોવાથી તેઓ રાજસ્થાન તરફ વળ્યા છે અને રાજસ્થાનથી દૈનિક ધોરણે સારા વેપારો થઈ રહ્યાં છે. રાજસ્થાનની મગફળીમાં સૌરાષ્ટ્ર પહોંચમાં રૂ.65થી 68 પ્રતિ કિલોનાં ભાવથી વેપારો થાય છે, જે મુજબ મણનાં ભાવ રૂ.1300થી 1360 વચ્ચે થાય છે.

રાજસ્થાનની મગફળીનાં વેપારો આગામી દિવસોમાં વધે તેવી પણ સંભાવનાં રહેલી છે. ગુજરાતમાં મગફળીની આવકો હવે ઘટવા લાગી છે. ડીસામાં પણ આવકો ઘટીને 35 હજાર ગુણીની અંદર આવી ગઈ છે. આગામી દિવસોમાં હવે દિવસે-દિવસે આવકો ઘટતી જશે. બીજી તરફ ચૂટણી હોવાથી આંગડીયા બંધ હોવાથી રોકડનાં વ્યવહારો ઠપ્પ થઈ ગયા હોવાથી પણ વેપારો અત્યારે ધીમા જોવા મળી રહ્યાં છે. હવે ડિસેમ્બરમા જ ચૂંટણી પૂરી થયા બાદ વેપારો નીકળે તેવી ધારણાં છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 16/11/2022 ને બુધવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 11569 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 850થી 1321 સુધીના બોલાયા હતાં. જ્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 52857 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1120થી 1355 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 16/11/2022 ને બુધવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 34103 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1151થી 1401 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 24616 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1561 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 16/11/2022 ને બુધવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 1437 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1925 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 16/11/2022 બુધવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1120 1355
અમરેલી 900 1272
કોડીનાર 1115 1241
સાવરકુંડલા 1130 1291
જેતપુર 911 1306
પોરબંદર 1175 1215
વિસાવદર 963 1301
મહુવા 1286 1437
ગોંડલ 850 1321
કાલાવડ 1100 1303
જુનાગઢ 950 1300
જામજોધપુર 1000 1260
ભાવનગર 1121 1261
માણાવદર 1315 1320
તળાજા 1050 1272
જામનગર 900 1245
ભેસાણ 900 1305
ધ્રોલ 1100 1250
સલાલ 1200 1400
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 16/11/2022 બુધવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1090 1270
અમરેલી 1121 1270
કોડીનાર 1111 1315
સાવરકુંડલા 1080 1261
જસદણ 1050 1301
મહુવા 1014 1362
ગોંડલ 950 1311
કાલાવડ 1150 1262
જુનાગઢ 1050 1256
જામજોધપુર 1000 1300
ઉપલેટા 1000 1233
ધોરાજી 901 1256
વાંકાનેર 990 1421
જેતપુર 901 1441
તળાજા 1250 1485
ભાવનગર 1116 1740
રાજુલા 901 1135
મોરબી 1001 1385
જામનગર 1000 1925
બાબરા 1145 1255
બોટાદ 1000 1230
ધારી 1090 1211
ખંભાળિયા 1000 1360
પાલીતાણા 1100 1215
લાલપુર 1000 1138
ધ્રોલ 1040 1250
હિંમતનગર 1100 1730
પાલનપુર 1100 1561
તલોદ 1050 1675
મોડાસા 1000 1555
ડિસા 1151 1401
ઇડર 1250 1776
ધનસૂરા 1000 1200
ધાનેરા 1140 1363
ભીલડી 1050 1341
થરા 1150 1340
દીયોદર 1150 1340
માણસા 1125 1214
વડગામ 1151 1320
કપડવંજ 950 1325
શિહોરી 1086 1305
ઇકબાલગઢ 1180 1375
સતલાસણા 1170 1350
લાખાણી 1150 1381

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment