મગફળીની બજારમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. નવી સિઝનની શરૂઆતમાં મગફળીની આવકો સારી થાય છે, પંરતુ સામે લીલો માલ વધારે હોવાથી સુકા માલનાં ભાવ સારા છે. બીજી તરફ સીંગતેલમાં પણ બ્રાન્ડવાળાની લેવાલી હાલનાં ભાવથી હોવાથી સુકા માલમાં બજારો થોડા વધ્યાં હતાં. સરેરાશ પીઠાઓમાં મણે રૂ.10થી 20 ઊંચા બોલાતાં હતાં. 9 અને 66 નંબર જેવી વેરાયટીમાં હજી પણ રૂ. 1600 આસપાસનાં ભાવ ક્વોટ થાય છે.
મગફળીનાં અગ્રણી બ્રોકરોએ જણાવ્યું હતું કે, નવી આવકો હવે ખાસ વધશે નહીં અને ગોંડલમાં હવે દિવાળી પહેલા એક માત્ર સોમવારે જ આવકો ખુલશે, પછી સીધી નવી સિઝનમાં જ આવકો ખુલવાની છે, જેને પગલે બજારો હાલ સારી છે. બીજી તરફ ગુજરાતનું મોટું કોર્પોરેટ ગ્રુપ અદાણી પણ મગફળીની આ વર્ષે મોટી ખરીદી કરે તેવી ધારણા છે. અદાણીનાં ત્રણેક અધિકારીઓ અત્યારે મગફળીનો પોર્ટફોલિયો સંભાળી રહ્યાં છે અને વિવિધ સેન્ટરોમાંથી પુછપરછ કરી રહ્યા છે, જે બતાવે છે કે આ વર્ષે તેની ખરીદી વધી શકે છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 14/10/2022 ને શુક્રવારના હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 25966 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1475 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 33994 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 880થી 1436 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 14/10/2022 ને શુક્રવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 34547 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1211થી 1438 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 14720 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1660 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 14/10/2022 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1550 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1825 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 14/10/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 950 | 1385 |
અમરેલી | 900 | 1330 |
કોડીનાર | 935 | 1124 |
સાવરકુંડલા | 912 | 1394 |
જેતપુર | 951 | 1361 |
વિસાવદર | 903 | 1541 |
મહુવા | 1007 | 1350 |
ગોંડલ | 880 | 1436 |
કાલાવડ | 1100 | 1325 |
જુનાગઢ | 1000 | 1322 |
જામજોધપુર | 1000 | 1320 |
ભાવનગર | 1100 | 1240 |
તળાજા | 915 | 1371 |
હળવદ | 1100 | 1475 |
જામનગર | 900 | 1300 |
ભેસાણ | 900 | 1206 |
ધ્રોલ | 1310 | 1370 |
સલાલ | 1300 | 1550 |
દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 14/10/2022 શુક્રવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1000 | 1380 |
અમરેલી | 800 | 1308 |
કોડીનાર | 951 | 1365 |
સાવરકુંડલા | 834 | 1331 |
જસદણ | 950 | 1375 |
મહુવા | 1000 | 1350 |
ગોંડલ | 925 | 1546 |
કાલાવડ | 1150 | 1446 |
જુનાગઢ | 1050 | 1627 |
જામજોધપુર | 1000 | 1360 |
ઉપલેટા | 1050 | 1285 |
ધોરાજી | 921 | 1211 |
વાંકાનેર | 1050 | 1500 |
જેતપુર | 970 | 1441 |
તળાજા | 1100 | 1446 |
ભાવનગર | 1046 | 1825 |
મોરબી | 1065 | 1384 |
જામનગર | 1000 | 1745 |
બાબરા | 1069 | 1231 |
ધારી | 1065 | 1205 |
ખંભાળિયા | 960 | 1325 |
લાલપુર | 900 | 1221 |
ધ્રોલ | 1085 | 1291 |
હિંમતનગર | 1100 | 1660 |
પાલનપુર | 1101 | 1490 |
મોડાસા | 1000 | 1572 |
ડિસા | 1211 | 1438 |
ઇડર | 1200 | 1574 |
ધનસૂરા | 800 | 1200 |
ધાનેરા | 1150 | 1401 |
ભીલડી | 1100 | 1372 |
થરા | 1150 | 1410 |
દીયોદર | 1100 | 1325 |
વડગામ | 1161 | 1421 |
શિહોરી | 1101 | 1345 |
ઇકબાલગઢ | 1251 | 1434 |
સતલાસણા | 1070 | 1320 |
લાખાણી | 1100 | 1300 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.