નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1955, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં નરમાઈનો દોર જોવા મળી રહ્યો છે. સીંગતેલનાં ભાવ ઘટી ગયા હોવાથી મગફળીની બજારમાં પણ મણે રૂ. 10થી 20નો ઘટાડો થયો હતો. મગફળીની બજારમાં સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે, પંરતુ આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી લેવાલી નથી.

મગફળીનાં વેપારીઓ કહે છે કે હાલનાં સંજોગોમાં સીંગતેલ અને સીંગદાણા ઉપરાંત ખોળનાં ભાવ પણ ઘટી રહ્યાં હોવાથી મગફળીમાં એક પણ ક્વોલિટીમાં ડિમાન્ડ નથી અને જે છે તે નીચા ભાવથી ખરીદી કરવા માંગે છે, પરિણામે ભાવમાં બે દિવસમાં રૂ. 20થી 30 નીકળી ગયા છે અને હજી પણ થોડો ઘટાડો થાય તેવી ધારણાં છે. મગફળીમાં મોટી મંદી દેખાતી નથી કારણ કે વધુ ઘટાડો થાય તો સરકાર ટેકાનાં ભાવથી ખરીદી કરવા માટે તૈયાર જ છે, પરિણામે બજારો બહુ નીચા નહીં આવે અને ખેડૂતો પણ રૂ. 1200ની નીચે ગામડે બેઠા પણ માલ આપવા તૈયાર નથી.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 19/11/2022 ને શનિવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 21931 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 830થી 1311 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 7669 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1050થી 1370 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 19/11/2022 ને શનિવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 18260 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1121થી 1361 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 14874 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1434 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 19/11/2022 ને શનિવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 1419 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1955 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 19/11/2022 શનિવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1285
અમરેલી 935 1277
કોડીનાર 1050 1222
સાવરકુંડલા 1100 1281
જેતપુર 851 1296
પોરબંદર 1100 1225
વિસાવદર 948 1336
જસદણ 1040 1280
મહુવા 1095 1419
ગોંડલ 30 1311
કાલાવડ 1050 1290
જુનાગઢ 950 1262
જામજોધપુર 1000 1250
ભાવનગર 1211 1275
માણાવદર 1300 1301
તળાજા 1000 1250
હળવદ 1050 1370
જામનગર 900 1275
ભેસાણ 900 1210
ધ્રોલ 1110 1250
સલાલ 1200 1400
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 19/11/2022 શનિવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1030 1245
અમરેલી 1025 1350
કોડીનાર 1080 1331
સાવરકુંડલા 1200 1400
મહુવા 1088 1288
ગોંડલ 920 1281
કાલાવડ 1150 1300
જુનાગઢ 1000 1700
જામજોધપુર 1000 1200
ઉપલેટા 1025 1230
ધોરાજી 901 1231
જેતપુર 960 1491
તળાજા 1250 1488
ભાવનગર 1100 1785
રાજુલા 995 1180
મોરબી 1000 1420
જામનગર 1000 1955
બાબરા 1155 1245
બોટાદ 970 1165
ધારી 910 1175
ખંભાળિયા 1000 1211
પાલીતાણા 1130 1165
લાલપુર 1050 1142
ધ્રોલ 1040 1228
હિંમતનગર 1100 1701
પાલનપુર 1100 1434
તલોદ 1050 1655
મોડાસા 1000 1536
ડિસા 1121 1361
ટિંટોઇ 1020 1450
ઇડર 1250 1716
ધાનેરા 1125 1318
ભીલડી 1050 1336
થરા 1140 1317
દીયોદર 1100 1280
વીસનગર 1000 1222
માણસા 1000 1250
વડગામ 1161 1310
કપડવંજ 950 1325
શિહોરી 1115 1292
સતલાસણા 1100 1389
લાખાણી 1150 1332

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment