નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1701, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. જી-20 ક્વોલિટીની મગફળીમાં મિલોની ઊંચા ભાવથી લેવાલી ઓછી હોવાથી ભાવ સ્ટેબલ છે, પંરતુ બીટી 32-કાદરી મગફળીમાં માંગ સારી હોવાથી તેનાં ભાવ રાજકોટમાં રૂ. 15થી 20 વધ્યાં હતાં. વેપારીઓ કહે છે કે આ કાદરી મગફળી મોટા ભાગની પિલાણમાં જ જાય છે અને લોકો ખાય પણ છે.

મગફળીમાં અત્યારે જી-20ને પિલાણ કરીને તેલ ખાવું તેવો પ્રચાર વધી રહ્યો છે, પંરતુ તેલની ટકાવારી કાદરીમાં વધારે આવતી હોવાથી ઓઈલ મિલો તેને જ પિલાણ કરીને તેલ બનાવી રહ્યા છે. બીજી તરફ બજારમાં ઊંચા ભાવથી માલ ખપતો નથી અને અમુક મિલોએ મિક્સીંગ કરીને પણ લુઝ વેચાણ કરવું પડે તેવી સ્થિતિ છે. એકલી જી-20 મગફળી નીચા ભાવથી મળવી મુશ્કેલ છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 23/12/2022 ને શુક્રવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 13654 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 810થી 1366 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 9040 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1420 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 23/12/2022 ને શુક્રવારના રોજ જામનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 7000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1385 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 10710 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1701 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 23/12/2022 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1500 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1701 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 23/12/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1140 1400
અમરેલી 1000 1345
કોડીનાર 1050 1261
સાવરકુંડલા 1001 1361
જેતપુર 961 1311
પોરબંદર 1200 1400
વિસાવદર 956 1386
મહુવા 1225 1430
ગોંડલ 810 1366
કાલાવડ 1050 1424
જુનાગઢ 1100 1353
જામજોધપુર 900 1420
ભાવનગર 1248 1356
માણાવદર 1375 1376
તળાજા 1107 1359
હળવદ 1101 1338
જામનગર 900 1380
ભેસાણ 800 1244
ખેડબ્રહ્મા 1115 1115
સલાલ 1200 1500
દાહોદ 1160 1200

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 23/12/2022 શુક્રવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1120 1275
અમરેલી 800 1332
કોડીનાર 1125 1354
સાવરકુંડલા 1050 1335
જસદણ 1100 1340
મહુવા 942 1370
ગોંડલ 930 1326
કાલાવડ 1150 1291
જુનાગઢ 1000 1260
જામજોધપુર 900 1200
ઉપલેટા 1130 1323
ધોરાજી 900 1276
વાંકાનેર 950 1460
જેતપુર 911 1286
તળાજા 1250 1557
ભાવનગર 1230 1637
રાજુલા 1035 1290
મોરબી 1094 1494
જામનગર 1000 1385
બાબરા 1151 1279
બોટાદ 1000 1315
ધારી 1055 1314
ખંભાળિયા 950 1410
પાલીતાણા 1170 1282
લાલપુર 1150 1200
ધ્રોલ 1032 1318
હિંમતનગર 1100 1701
પાલનપુર 1225 1371
તલોદ 1100 1630
મોડાસા 981 1278
ડિસા 1221 1360
ટિંટોઇ 1050 1420
ઇડર 1240 1663
ધનસૂરા 1000 1200
ધાનેરા 1250 1316
ભીલડી 1200 1270
દીયોદર 1100 1320
માણસા 1211 1215
કપડવંજ 1400 1500
સતલાસણા 1186 1271

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment