મગફળીની આવકનો અભાવ અને પિલાણ મિલોની લેવાલી સારી હોવાથી સરેરાશ મગફળીની બજારમાં મણે રૂ. 10નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં સીંગતેલની ચાલ અને સીંગદાણાની બજારમાં જો માંગ સારી રહેશે અને ભાવ ઊંચકાશે તો મગફળીની બજારો હજી વધી શકે છે. વળી ગુરૂવારે ચૂંટણી હોવાથી મગફળીની આવકો નીલ થઈ જશે, કારણ કે મગફળીની આવકોવાળા યાર્ડો તમામ બંધ રહેવાનાં છે.
મગફળીનાં વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી, પરંતુ બજારનો ટોન હાલ પૂરતો મજબૂત દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની આવકો કેવી થાય છે તેનાં ઉપર આધાર રહેલો છે. ગોંડલ કે રાજકોટમાં મગફળીની આવકો ખુલે ત્યારે હવે એકાદ લાખ ગુણીની ઉપર આવક થાય તેવી સંભાવનાઓ ઘટતી જાય છે. હવે ખેડૂતો પાસે માલ પડ્યો છે, પરંતુ તેઓ સારા ભાવ આવશે તો જ વેચાણ કરવાનાં મૂડમાં છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 29/11/2022 ને મંગળવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 17049 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1341 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 3951 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1380 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 29/11/2022 ને મંગળવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 10130 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1131થી 1365 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 22235 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1711 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 29/11/2022 ને મંગળવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1450 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1900 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 29/11/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1050 | 1358 |
અમરેલી | 899 | 1268 |
કોડીનાર | 1082 | 1220 |
સાવરકુંડલા | 1100 | 1281 |
જેતપુર | 761 | 1291 |
પોરબંદર | 1055 | 1165 |
વિસાવદર | 812 | 1346 |
મહુવા | 1140 | 1408 |
ગોંડલ | 800 | 1341 |
કાલાવડ | 1050 | 1270 |
જુનાગઢ | 900 | 1228 |
જામજોધપુર | 900 | 1260 |
ભાવનગર | 1121 | 1280 |
માણાવદર | 1300 | 1301 |
તળાજા | 988 | 1280 |
હળવદ | 1100 | 1380 |
જામનગર | 900 | 1225 |
ભેસાણ | 900 | 1230 |
ધ્રોલ | 1120 | 1210 |
સલાલ | 1200 | 1450 |
દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 29/11/2022 મંગળવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1070 | 1235 |
અમરેલી | 860 | 1270 |
કોડીનાર | 1100 | 1334 |
સાવરકુંડલા | 1180 | 1251 |
જસદણ | 1050 | 1301 |
મહુવા | 1112 | 1119 |
ગોંડલ | 910 | 1276 |
કાલાવડ | 1100 | 1300 |
જુનાગઢ | 900 | 1239 |
જામજોધપુર | 950 | 1230 |
ઉપલેટા | 1045 | 1290 |
ધોરાજી | 901 | 1236 |
વાંકાનેર | 750 | 1441 |
જેતપુર | 911 | 1461 |
તળાજા | 1250 | 1868 |
ભાવનગર | 1120 | 1897 |
રાજુલા | 1011 | 1221 |
મોરબી | 920 | 1440 |
જામનગર | 1000 | 1900 |
બાબરા | 1153 | 1239 |
બોટાદ | 950 | 1200 |
ખંભાળિયા | 900 | 1241 |
પાલીતાણા | 1140 | 1201 |
લાલપુર | 1035 | 1130 |
ધ્રોલ | 960 | 1210 |
હિંમતનગર | 1100 | 1711 |
પાલનપુર | 1115 | 1480 |
તલોદ | 1050 | 1665 |
મોડાસા | 1000 | 1615 |
ડિસા | 1131 | 1365 |
ટિંટોઇ | 1020 | 1425 |
ઇડર | 1260 | 1762 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1130 | 1344 |
ભીલડી | 1100 | 1307 |
થરા | 1150 | 1286 |
દીયોદર | 1100 | 1300 |
માણસા | 1300 | 1301 |
વડગામ | 1100 | 1270 |
કપડવંજ | 1000 | 1200 |
શિહોરી | 1095 | 1225 |
ઇકબાલગઢ | 1150 | 1450 |
સતલાસણા | 1100 | 1375 |
લાખાણી | 1200 | 1300 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.