દેશમાંથી સીંગતેલ, સીંગખોળ અને સીંગદાણાની નિકાસમાં જોરદાર વધારા વચ્ચે પણ ભાવ બહુ વધી ગયા હોવાથી હવે સરકારની નજર પડી હોવાથી ઓઈલ મિલો દ્વારા લેવાલી ઘટી છે જેને પગલે મગફળીના ભાવમાં મણે રૂ. 10નો ઘટાડો થયો હતો.
મગફળીનાં બ્રોકરો કહે છે કે ગુજરાતમાં મગફળીનો સ્ટોક હજી મજબૂત હાથોમાં પડ્યો છે. વેપારી અને ખેડૂતો મળીને 40 ટકા જેવો માલ હજી નીકળવાનો બાકી હોય તેવું લાગે છે. જો સરકાર દ્વારા મગફળી માટે કોઈ પગલા કે ચેકિંગ ચાલુ થાય તો સ્ટોકિસ્ટો હળવા થવા લાગે તેવી ધારણાં છે.
મગફળીનાં ફંડામેન્ટલ આખુ વર્ષ તેજીના છે અને ચોમાસાની રૂખ નક્કી ન થાય ત્યાં સુધી તેજી રહેવી જોઈએ, પંરતુ સરકારી કારણ આવે તો બજારો તુટી જાય તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે. સરકાર કોઈ પણ કાળે મોંઘવારી સહન કરી શકે તેમ નથી. 2024માં લોકસભાની ચૂંટણી અને આવતા 12 મહિનામાં 8 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે.
ગોંડલમાં 16થી 17 હજાર બોરીની આવક હતી અને 16.5 હજાર ગુણીનાં વેપારો હતાં. જી-20 મગફળીમાં રૂ. 1250થી 1515, બીટી 32નો ભાવ રૂ. 1250થી 1471, 39 નંબરમાં રૂ. 1200થી 1400, 24 નંબરમાં રૂ. 1450 સુધીનાં ભાવ હતાં.
રાજકોટમાં 11000 ગુણીની આવક હતી અને એટલા જ વેપારો થયા હતાં. ભાવ 39 નંબરમાં રૂ. 1250થી 1320, જી-20માં 1350થી 1470, બીટી 32 કાદરીમા રૂ. 1320થી 1425નાં ભાવ હતાં.
હીંમતનગરમાં 500 બોરીની આવક સામે ભાવ રૂ. 1305થી 1680ના હતાં. ડીસામાં 280 બોરીની આવક હતી અને ભાવ રૂ. 1200થી 1351નાં હતાં. સીંગદાણાનાં ભાવમાં પણ ટને રૂ. 500થી 1000નો ઘટાડો હતો. ખાસ કરીને કોમર્સિયલમાં ખાસ વાપરો થયા ન હતાં. આગામી દિવસોમાં મગફળી ઘટશે તો દાણા પણ તુટશે.
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.