ગઈ કાલે મીડિયા દ્વારા વાવાઝોડું ઓમાન તરફ ફંટાય ગયું તેવા સમાચાર વહેતા કરવામાં આવ્યા હતા અને તે પણ પાછા IMD નાં નામે વહેતા કરવામાં આવ્યા હતા.
પરંતુ હજુ સુધી વાવાઝોડું ક્યાંય ફંટાયું નથી. તેના નિર્ધારિત ટ્રેક પર જ ચાલી રહ્યું છે. ઉલ્ટાનું વચ્ચે થોડું નબળું પડ્યું હતું તે પણ ફરી મજબૂત બન્યું છે. અત્યારે દ્વારકાથી 290 કિમીની દૂરી પર છે અને હવે ગમે ત્યારે ઉત્તર પૂર્વ બાજુ ટર્ન લઇને ગુજરાત તરફ આગળ વધીને કચ્છ પાકિસ્તાન બોર્ડર પર લેન્ડ ફોલ કરે તેવી શક્યતા છે.
અત્યારે વાવાઝોડાનાં સેન્ટરમાં 170થી 180 કિમી પ્રતિ કલાક નો પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડું 15 તારીખ બપોર પછીથી લઈને 16 તારીખ સવાર સુધીમાં કચ્છ પાકિસ્તાન બોર્ડર પર લેન્ડ ફોલ કરે તેવી શક્યતા છે. લેન્ડ ફોલ વખતે પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાક આસપાસ રહે તેવી શક્યતા છે.
તેમ છતાં અનિશ્ચિતતાને કારણે આપણે એલર્ટ કરાચીથી લઈને દ્વારકા સુધીનું આપશું. ગઈકાલે કરાચીથી પોરબંદર હતું જે હવે નેરો ડાઉન કરીશું અને દ્વારકા સુધી રાખશું.
વાવાઝોડુ કચ્છ પાકિસ્તાન બોર્ડર પર જાય તો પણ દ્વારકા, જામનગર, મોરબી જિલ્લામાં 80થી 120 કિમી પ્રતિ કલાકનાં પવનની તૈયારી રાખવી પડે. 12 તારીખથી દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને ઘણી જગ્યાએ તો ભુક્કા પણ બોલાવ્યા છે.
આજથી કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે. દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. મોરબી જિલ્લામાં પણ વરસાદની સારી શરૂઆત થઈ શકે છે. રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. 15/16 તારીખે કચ્છ, લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શકયતા રહેશે.
ખાસ નોંધ: આ વેધર મોડેલ મુજબનું અનુમાન છે. હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.