આ મહિનામાં ખુબ સારો વરસાદ પડ્યો છે તેના લીધે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ફૂલ 69 ટકા વરસાદ પડી ચૂક્યો છે. હાલ રાજ્યમાં વરસાદે થોડો વિરામ લીધો છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેકટર ડૉ. મનોરમાં મોહિંતી એ જણાવ્યુ છે કે, આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. જોકે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે.
બીજી બાજુ Cola Wetherની વેબસાઈટના પૂર્વાનુમાન મુજબ, આવતા મહિનાની 4 તારીખથી 12 તારીખ દરમિયાન ફરી બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવના છે એટલે કે વરસાદના નવા રાઉન્ડનું આગમન થઈ શકે છે. આમ, ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તેવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે.
હાલ મધ્ય રાજસ્થાનમાં એક સરક્યુંલેશન સર્જાયું છે. જેને પગલે ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જો કે 29 જુલાઈથી વરસાદના પ્રમાણમાં વધારે ઘટાડો નોંધાશે. બીજી બાજુ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદનો યોગ રહેશે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, એક અઠવાડીયા પછી સમગ્ર દેશમાં ચોમાસુ ફરી સક્રીય થશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે 2જી ઓગસ્ટથી 4 ઓગસ્ટ સુધી રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.