આજે અને આવતી કાલે અતિ ભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં જિલ્લામાં?

WhatsApp Group Join Now

ઓગસ્ટ મહિનામાં એક પછી એક બંગાળની ખાડીમાં ત્રીજું લો પ્રેશર બન્યું છે. જોકે આ સિસ્ટમોની ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ખુબ ઓછો થયો છે. જોકે આ સિસ્ટમની અસર પણ વધારે થવાની નથી, કારણ કે આ સિસ્ટમ પણ ગઈ સિસ્ટમની જેમ જ આ સિસ્ટમની અસર મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં લાગુ રહેશે.

ગઈ કાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સિસ્ટમની અસરથી રાજ્યનાં અમુક વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો અને આગળ જેમ આગાહીમાં કહ્યું હતું તેમ સિસ્ટમ હવે નજીક આવી રહી છે. જેની અસરથી આજ વહેલી સવારથી ઉત્તર ગુજરાત, કચ્છ લાગુ મધ્ય ગુજરાતમાં સારો વરસાદ શરૂ થશે. કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા પણ છે અને મેળ પડે તો ભુક્કા પણ બોલાવી શકે છે.

સિસ્ટમના કારણે બનાસકાંઠા, પાટણ, કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડરનાં અમુક વિસ્તારોમાં ભુક્કા પણ બોલાવી શકે છે.

આ સિવાય સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, આણંદ, ભરૂચ / નર્મદા, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ અમુક વિસ્તારોમાં વરસાદની થોડી ઘણી શકયતા રહેશે. આ સિવાય બાકી બધે છુટ્ટા છવાયા રેડાં પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિ ભારે વરસાદ આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, મહિસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે.

24 તારીખે બનાસકાંઠામાં મધ્યમથી ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય બાકીના જિલ્લામાં 22થી 24 ઓગસ્ટ દરમિયાન રેડાં-ઝાંપટા પડી શકે છે.

બીજી બાજુ જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, સપ્ટેમ્બર માસમાં ચક્રવાત સર્જાય તેવી શક્યતાઓ છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment