અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીમાં આડા ગાડાનો ફેર, ભારેથી અતિભારે વરસાદ?

WhatsApp Group Join Now

વરસાદે હાલ વિરામ લીધો છે પરંતુ આગામી પાંચ દિવસમાં વરસાદ મન મૂકીને વરસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે. હાલ રાજ્યમાં કોઈપણ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે કોઇ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. હવામાન ખાતાના આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 41% થી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વિગતો આપતાં કહ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે જ્યારે ઓગસ્ટ માસ દરમ્યાન ભારે વરસાદની સંભાવના નહિવત છે.

જોકે વેધર મોડેલોમાં જણાવવામાં આવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં 5 ઓગસ્ટ પછી વરસાદનું જોર વધતું જશે. તેમજ 7 અને 8 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાંથી બનેલી લૉ પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવતા 8 અને 9 તારીખમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

જો કે બીજી સિસ્ટમ ગુજરાતમાં 11 અને 12 તારીખમાં આવશે. જેના કારણે આ સમયગાળા દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. જેના લીધે 13,14 અને 15 તારીખમાં રાજ્યમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસી શકે છે. તેમજ બંગાળની ખાડીમાંથી બનેલી ત્રીજી સિસ્ટમ 17 તારીખ આજુબાજુ ગૂજરાત તરફ આવશે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

બીજી બાજુ Cola Wetherની વેબસાઈટના પૂર્વાનુમાન મુજબ, આવતા મહિનાની 4 તારીખથી 12 તારીખ દરમિયાન ફરી બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવના છે એટલે કે વરસાદના નવા રાઉન્ડનું આગમન થઈ શકે છે. આમ, ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તેવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે.

બીજી બાજુ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદનો યોગ રહેશે.

ખાસ નોંધ: આ વેધર મોડેલ મુજબનું અનુમાન છે જેમાં પરિબળોને આધારે ફેરફારો થઈ શકે છે. હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment