બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ક્યારે? આ વિસ્તારમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી

નમસ્કાર મિત્રો, હાલ ચોમાસું ગોવાથી આગળ નીકળી ગયુ છે. પરંતુ તે ઘણું નબળું પડ્યુ છે. જોકે, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે. તે બનતાની સાથે જ ઉત્તર પશ્ચિમ સુધી ગતિ કરે તેવું અનુમાન છે. આ સિસ્ટમ ગુજરાત સુઘી પહોંચે ત્યારે ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ આવે તેવી શક્યતા પણ છે.

બંગાળની ખાડી ધીરે ધીરે સક્રિય થઇ ગઇ છે. જેમાં એક મોટી સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે. જેથી આવનારા 36થી 48 કલાકમાં ચોમાસું મજબૂત બનીને ગોવામાંથી ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. હાલ ચોમાસું ગોવા અને મહારાષ્ટ્રની વચ્ચે છે.

આ વખતે ચોમાસું આવશે તો ચોમાસાની શરૂઆત ધીરી રહેશે. જોકે, ચોમાસું 28 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને આવરી લેશે તેવું અનુમાન છે.

ચોમાસું 48 કલાક સુધીમાં મજબૂત બનીને આગળ વધશે અને 25 જૂન સુધીમાં તે ગુજરાતમાં પ્રવેસે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને 28મી જૂનથી 3 જુલાઇ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

આ સિસ્ટમ બંગાળની ખાડીથી ઉત્તર પશ્ચિમ આગળ વધીને ગુજરાત સુધી પહોંચશે તો તે વરસાદ 28 જૂનથી લઇને 3 જુલાઇ વચ્ચે હશે. જેના કારણે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે તેવી શક્યતા છે.

આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી અઠવાડિયાથી એટલે કે જૂન મહિનાના અંતિમ અઠવાડિયામાં ચોમાસું ધોધમાર વરસાદ સાથે આવશે તેવી સંભાવના છે.

તો બીજી બાજુ હવામાન વિભાગે રાજ્યમાં 22થી 24 જૂન સુધી હળવો વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે.

વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment