અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ; સિસ્ટમ સક્રિય થતાં મોટી આગાહી, આ જિલ્લામાં દે ધનાધન

ગઈ કાલે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચુકી છે. થોડાક દિવસોથી વરસાદે રાજ્યમાં વિરામ લીધો હતો પરંતુ ગઈ કાલથી વરસાદનું જોર ધીમે ધીમે વધવા લાગ્યું છે ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઇને મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 5 ઓગસ્ટે આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતી કાલે તારીખે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં તથા દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 7 તારીખે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગરમાં તથા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

8 તારીખે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ પોરબંદર, રાજકોટ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

જાણિતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ, ‘મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે.’

અંબાલાલ પટેલે આગાહી કરતા વધુમાં જણાવ્યું કે, ‘આગામી 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.’

ખાસ નોંધ:  હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *