આશ્લેષા નક્ષત્રમાં વરસાદ જોગ; નક્ષત્ર બદલાતા થશે ભારેથી અતિભારે વરસાદ, ક્યું વાહન? ક્યારે ચાલુ?

મિત્રો હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદે થોડો વિરામ લીધો છે. જેના કારણે આગામી 5 – 6 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં સારી વરાપ જોવા મળશે અને કોઈક જગ્યાએ સામાન્ય છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે.

આશ્લેષા નક્ષત્ર ક્યારે શરૂ થશે?
પુનર્વસુ અને પુષ્પ નક્ષત્ર પછી હવે 3 ઓગસ્ટથી 9:39 વાગ્યે આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે. આશ્લેષા નક્ષત્ર 16 ઓગસ્ટ 2022 સુધી ચાલુ રહેશે. આશ્લેષા નક્ષત્રનું વાહન મોર છે અને મોરને વરસાદ ગમતો હોય છે એટલે આશ્લેષા નક્ષત્રમાં પવન સાથે સારો વરસાદ પડે એવી શક્યતાઓ રહેલી છે.

“ચગી તો ચગી,
ને ફગી તો ફગી”

લોકવાયકામાં જણાવ્યા અનુસાર, આશ્લેષા નક્ષત્રમાં વરસાદ પડે તો ખુબ સારો વરસાદ પડે અને ન પડે નો જરાય પણ ન પડે.

અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, એક અઠવાડીયા પછી સમગ્ર દેશમાં ચોમાસુ ફરી સક્રીય થશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે 2જી ઓગસ્ટથી 4 ઓગસ્ટ સુધી રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

Cola Wetherની વેબસાઈટના પૂર્વાનુમાન અનુસાર 8થી 16 ઓગસ્ટ સુધીમાં રાજ્યનાં વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જો કે 8થી 18 તારીખ સુધીમાં અલગ અલગ ત્રણ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવશે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ પણ વરસી શકે છે.

રાજ્યમાં 5 ઓગસ્ટ પછી વરસાદનું જોર વધતું જશે. તેમજ 7 અને 8 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાંથી બનેલી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવતા 8 અને 9 તારીખમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

જો કે બીજી સિસ્ટમ ગુજરાતમાં 11 અને 12 તારીખમાં આવશે. જેના કારણે આ સમયગાળા દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આમ, આશ્લેષા નક્ષત્રમાં (16 તારીખ સુધીમાં) બે લો પ્રેશર બનશે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ આશ્લેષા નક્ષત્ર પુર્ણ થયા બાદ પણ વરસાદ ચાલુ જ રહેશે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *