વરસાદને લઈને અશોકભાઈ પટેલે કરી મોટી આગાહી: ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ

WhatsApp Group Join Now

સમગ્ર રાજ્યભરમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે ત્યારે ગરમીના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે. તમે જાણતા જ હશો કે, ગુજરાતના કેટલાય વિસ્તારોમાં વરસાદે પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. ત્યારે હજુ પણ આગાહી કરવામાં આવી છે કે, 15 જૂન સુધીમાં સત્તાવાર ચોમાસુ બેસી જશે. આ ઉપરાંત હવામાન વિભાગના નિષ્ણાંત દ્વારા પણ ખૂબ જ સારા એવા વરસાદની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખેડૂતોને પોતાના પાક માટે આ પ્રકારની આગાહીથી ખૂબ જ વધારે મદદ મળતી હોય છે અને અમે તમને ગુજરાતના ખૂબ જ જાણીતા એવા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી વિશે આજ વાત કરવાના છીએ. અશોકભાઈએ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર આજે વરસાદી ઝાપટા પડવાને લઈને આગાહી કરી છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, ઉત્તર અને મધ્ય બંગાળની ખાડીથી ચોમાસુ આગળ વધ્યું છે.

સિક્કિમ અને પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો, પહાડી વિસ્તારોમાં ચોમાસાનો પહેલો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને ગોવામાં પણ વરસાદ વરસી ચૂક્યો છે. દેશના અનેક રાજ્યોમાં અને અનેક વિસ્તારોમાં ચોમાસાના વધામણા થઈ ચૂક્યા છે અને અમુક જગ્યાએ તેના એંધાણ પણ જોવા મળી રહ્યા છે. ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ પડતા રસ્તાઓ પાણી પાણી થઇ ચુક્યા છે.

કાળજાળ ગરમીથી બચવા માટે લોકો ચોમાસાની રાહ જોતા હોય છે. ઉનાળાના કારણે અનેક વિસ્તારોમાં પાણીની તકલીફ વધી ગઈ છે, જેના કારણે વરસાદ આવે તો લોકોને બધી બાજુથી સંતોષ મળી શકે છે. મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલની આગાહી મુજબ, આજના દિવસે એટલે કે 10 જૂનના સમયગાળા દરમ્યાન ચીન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાતા રહેશે તેમજ દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં સાંજના સમયે ભારે પવન ફુંકાઈ રહ્યા છે અને આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર સારામાં સારો વરસાદ જોવા મળશે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

2 thoughts on “વરસાદને લઈને અશોકભાઈ પટેલે કરી મોટી આગાહી: ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ”

Leave a Comment