હવામાન વિભાગની આગાહી; રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ

WhatsApp Group Join Now

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાની સાથે જ આફતના વાદળો ઘેરાયા હતા અને રાજ્યમાં વાતાવરણમાં એકાએક પલટો પણ જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં વરસાદનો માહોલ જોવા મળી શકે છે. અમદાવાદ, આણંદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને અમરેલી જીલ્લામાં વરસાદ આવવાની સંભાવના છે.

૧૦ જૂને અમદાવાદ,આણંદ, ખેડા,સુરત,તાપી નવસારી,વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ વરસાદ થશે. 11 જૂનની વાત કરીએ તો અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદી ઝાપટા થઈ શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગર, અમરેલી, સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ જોવા મળશે.

આ પણ વાંચો: આજથી ૩ દિવસ કડાકા ભડાકા સાથે વરસાદ; ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

12 જૂનની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટા થઈ શકે છે. આ પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે. તેમજ ગુજરાતમાં વાતાવરણનું તાપમાન ચાર ડિગ્રી જેટલું ઓછું જોવા મળશે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે, જ્યારે રાજ્યમાં પ્રિ-મોન્સૂનની શરૂઆત થતાં જ આફત શરૂ થઈ ગઈ છે.

ગુજરાતમાં ચોમાસા પહેલા જ અમરેલી જિલ્લામાં વરસાદ જોવા મળ્યો છે. સાવરકુંડલા તેમજ લીલીયા તાલુકામાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે શેરીઓ અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સાવરકુંડલાના હડિડા તેમજ નાળ ગામમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી.વરસાદને લઈને ઘણા વિસ્તારોમાં ઠંડકનું વાતાવરણ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: વરસાદને લઈને અશોકભાઈ પટેલે કરી મોટી આગાહી: ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચોમાસું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. તેમન સાથે સાથે એ પણ જણાવ્યું છે કે, આગામી પાંચ દીવસ સુધી આસામ અને મેઘાલયમાં મુશળધાર વરસાદ થવાની ચેતવણી આપી છે.

આવી વધારે માહિતી મેળવવા અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment