અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 10 તારીખ સુધીની આગાહી, હવે ધોધમાર વરસાદ ક્યારે થશે?

WhatsApp Group Join Now

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એકાદ મહિનાથી નોંધપાત્ર વરસાદની ગેરહાજરીથી સંકટના વાદળો છવાવા લાગ્યા છે ત્યારે લાંબા બ્રેક બાદ આશાનુ કિરણ ઉભુ થયુ છે અને રાજયનાં અનેક ભાગોમાં 7 સપ્ટેમ્બરથી વરસાદી ગતિવિધી દેખાવા લાગવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, લાંબા બ્રેકને કારણે દેશમાં અત્યાર સુધીની વરસાદી ખાધ 11 ટકાએ પહોંચી છે. પરંતુ હવે કેટલાંક સાનુકુળ પરિબળો વરસાદી ગતિવિધીને સંકેત આપે છે. ઉતર પૂર્વ બંગાળની ખાડીમાં અપર એર સાયકલોનીક સરકયુલેશન આજે ઉતર પશ્ચિમ બંગાળની ખાડી પર કેન્દ્રીત થયુ છે અને આવતા ચોવીસ કલાકમાં લો-પ્રેસરમાં રૂપાંતરીત થશે. બે દિવસમાં મધ્યપ્રદેશ આસપાસ પહોંચવાની સંભાવના છે.

આ સિવાય હિમાલયની તળેટીમાં રહેલી ચોમાસું ધરીનો પશ્ચિમ છેડો તા. 5-6 સપ્ટેમ્બરમાં નોર્મલ થવા તરફ ગતિ કરશે જયારે પૂર્વ છેડો નોર્મલ કે નોર્મલથી દક્ષિણે રહેશે. આ ઉપરાંત ગુજરાતમાં 3.1 કીમીના લેવલે ભેજનું પ્રમાણ તા. 7-8 સપ્ટેમ્બરથી વધશે.

તા. 4થી 10 સપ્ટેમ્બરની આગાહી કરતા તેઓએ કહ્યું કે, બંગાળની સીસ્ટમના પ્રભાવ હેઠળ તા. 7થી 10 સપ્ટેમ્બરમાં ચોમાસુ ગતિવિધી દેખાશે. ગુજરાત રીજીયનમાં છુટાછવાયા ઝાપટાથી માંડીને હળવો-ભારે વરસાદ થવાની સંભાવના છે. મધ્યપ્રદેશ બોર્ડરને લાગુ ભાગોમાં તા. 6થી ચોમાસું ગતિવિધી દેખાશે.

સૌરાષ્ટ્ર-કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાત રીજીયનને લાગુ સૌરાષ્ટ્રમાં (પૂર્વ)માં તા. 7થી 10 દરમ્યાન છુટીછવાઈ વરસાદી ગતિવિધી દેખાશે બાકીનાં ભાગોમાં ખાસ પ્રભાવ નહિં દેખાય.

અશોકભાઈ પટેલે આગોતરૂ એંધાણ કરતાં જણાવ્યું હતું કે, તા. 10 સપ્ટેમ્બર સુધીની આગાહી બાદ તા. 11થી 18 સપ્ટેમ્બર વરસાદ માટે વધુ સાનુકુળ વાતાવરણ સર્જાવાની શકયતા છે. જોકે તેની વિગતવાર આગાહી હવે પછી જાહેર કરવામાં આવશે.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી વરસાદ ખેંચાયા બાદ દેશમાં ફરી એકવાર ચોમાસું એક્ટિવ થઈ રહ્યું છે, આવામાં અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં ઉપરાઉપરી સિસ્ટમ બનવાની અને તેની અસર ગુજરાતના હવામાન પર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલની સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે જુન-જુલાઈની યાદ અપાવતો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

2 thoughts on “અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 10 તારીખ સુધીની આગાહી, હવે ધોધમાર વરસાદ ક્યારે થશે?”

Leave a Comment