નવા કપાસના ભાવમાં થયો મોટો વધારો; જાણો આજના (તા. 05/09/2023 ના) કપાસના બજાર ભાવ

WhatsApp Group Join Now

કપાસની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યાં હતાં. સૌરાષ્ટ્રમાં ખાસ આવકો નહોંતી અને વેપારો પણ નહોંતાં. ઉત્તર ગુજરાતમાં પણ કપાસની આવકો ઓછી હતી. ગુજરાતમાં દેશાવરનાં નવા-જૂના કપાસની આવકો મર્યાદીત થઈ રહી છે. દેશાવરમાંથી સૌરાષ્ટ્રમાં એકાદ-બે ગાડીની આવક હતી. રૂના ભાવ ખાંડી (356 કિલો) એ રૂ. 100 જેવા જ સુધર્યાં હોવાથી બજારને ટેકો મળ્યો હતો.

બીજી તરફ સૌરષ્ટ્રમાં શાતમ-આઠમની એક સપ્તાહની રજાઓ શરૂ થઈ ગઈ હોવાથી આવક કે વેપાર નથી. કડીમાં મહારાષ્ટ્રની ચારથી પાંચ ગાડી અને કાઠીયાવાડની ત્રણ-ચાર ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ. 1550થી 1575 વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ. 1600થી 1625 હતાં. ઉત્તર ભારતમાં નવા રૂના ભાવમાં આજે 40 કિલોએ રૂ. 40થી 50નો સુધારો થયો હતો. ખાંડીએ રૂ. 500 વધ્યાં હતાં. પંજાબમાં કપાસનાં ભાવ રૂ. 6225થી 6250, રાજસ્થાનમાં પણ આવા જ ભાવ હતાં. મારવાડમાં રૂ. 6397થી 6350 હતાં.

આ પણ વાંચો: અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 10 તારીખ સુધીની આગાહી, હવે ધોધમાર વરસાદ ક્યારે થશે?

કપાસના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 04/09/2023, સોમવારના રોજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1251થી રૂ. 1641 સુધીના બોલાયા હતા. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1330થી રૂ. 1546 સુધીના બોલાયા હતા. તેમજ મહુવાના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1062થી રૂ. 1546 સુધીના બોલાયા હતા.

ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1500થી રૂ. 1582 સુધીના બોલાયા હતા. જ્યારે બાબરા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1528થી રૂ. 1672 સુધીના બોલાયા હતા. તેમજ રાજુલાના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1525થી રૂ. 1621 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: ખેડુતો માટે રાહતના સમાચાર; ચોમાસું થશે ફરી સક્રિય, આ તારીખથી ગુજરાત જળબંબાકાર

તળાજા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1550થી રૂ. 1551 સુધીના બોલાયા હતા. જ્યારે બગસરા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1200થી રૂ. 1595 સુધીના બોલાયા હતા. તેમજ વિસનગરના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1210થી રૂ. 1431 સુધીના બોલાયા હતા. વીરમગામ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1504થી રૂ. 1505 સુધીના બોલાયા હતા.

કપાસના બજાર ભાવ:

તા. 04/09/2023, સોમવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
સાવરકુંડલા 1251 1641
બોટાદ 1330 1701
મહુવા 1062 1546
ભાવનગર 1500 1582
બાબરા 1528 1672
રાજુલા 1525 1621
તળાજા 1550 1551
બગસરા 1200 1595
વિસનગર 1210 1431
વીરમગામ 1504 1505

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now