બારે મેઘ ખાંગા/ ઓતરા એ કાઢી નાખ્યાં છોતરા; આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

આગાહી મુજબ જ ગઈ કાલથી 16મી સપ્ટેમ્બરથી રાજ્યનાં અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે 10 ઇંચ સુધીનો ભારે વરસાદ પડ્યો છે અને આજે પણ અતિભારે વરસાદ ચાલુ રહેશે.

આજે મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ અને અમુક વિસ્તારોમાં ભુક્કા બોલાવી દે તેવો વરસાદ આવશે. સાંજ પછી ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે. દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટા ઉદેપુર, આણંદ, વડોદરા, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા રહેશે અને ઘણા વિસ્તારોમાં ભુક્કા બોલાવી દેશે.

સાંજ આસપાસ ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે. સુરેદ્રનગર અને કચ્છમાં શકયતા રહેશે તેમજ મોરબી અને રાજકોટ જિલ્લામાં પણ શકયતા વધશે. બાકીનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા રહેશે અને આગળ જતાં સુધારો થઈ શકે છે.

દક્ષિણ ગુજરાતના અંદર વિસ્તારો એટલે કે તાપી, ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં હજુ સાંજ સુધી ભારે વરસાદની શક્યતા રહે રહેશે એટલે ત્યાં પણ સાવચેતી રાખવાની રહેશે. નર્મદા ખતરા નાં નિશાન ની ઉપર થી વહી રહી છે અને હવે મહી નદી પણ ખતરા નાં નિશાન ઉપર પહોંચી જશે… ખાસ સાવચેતી રાખવી..

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. 16થી 23 સષ્ટેમ્બર સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી સમયમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં વરસાદના નવા રાઉન્ડની શકયતા છે. ઘણા વિસ્તરોમાં એકથી વધુ રાઉન્ડની શકયતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગાહી સમયમાં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તારમાં વરસાદની શકયતા જેમાં કુલ વરસાદ 35 મી.મી. થી 75 મી.મી. સુધીની શક્યતા. તેમજ અતિ ભારે વરસાદના સેન્ટરોમાં આગાહી સમયમાં કુલ વરસાદ 75 મી.મી.થી 125 મી.મી.ને પણ વટી જવાની શકયતા રહેશે અને અમુક દિવસ પવનનું જોર રહેશે.

ગુજરાત રિજિયન નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અન દક્ષિણ ગુજરાતમાં આગાહી સમયમાં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તારમાં તો ક્ચારેક વધુ વિસ્તારમાં વરસાદની શકયતા રહેશે. જેમાં કુલ વરસાદ 50 મી.મી.થી 100 મી.મી. સુધી તેમજ અતિ ભારે વરસાદના સેન્ટરોમાં આગાહી સમયમાં કુલ વરસાદ 100 મી.મી. થી 200 મી.મી.ને પણ વટી જવાની શકયતા છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સીઝનનો 111% વરસાદ થયેલ છે જયારે કચ્છમાં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાતમાં સીઝનનો 71% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાતમાં 72% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાતમાં 86.5% વરસાદ થયેલ છે. જે રાજ્યોમાં વરસાદની ઘટ છે તે આ પ્રમાણે છે કેરળ, ઝારખંડ, બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ અને મણિપુર છે. દેશ લેવલમાં 10% વરસાદની ઘટ છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

1 thought on “બારે મેઘ ખાંગા/ ઓતરા એ કાઢી નાખ્યાં છોતરા; આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી”

Leave a Comment