અશોકભાઈ પટેલની આગાહી/ આજથી 23 સપ્ટેમ્બર સુધીની આગાહી, નવરાત્રીના તહેવાર પુર્વે રાહત

WhatsApp Group Join Now

છેલ્લા એકાદ અઠવાડિયાથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યા બાદ હવે વરસાદથી રાહત મળી ગઈ છે. હવે આગામી અમુક દિવસોમાં માત્ર છૂટાછવાયા ઝાપટા વરસશે તેવી આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. રાજ્યમાં ભારે વરસાદ બાદ હવે મેઘરાજા વિરામ લીધો છે ત્યારે જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ જણાવ્યું છે   કે વરસાદનો સારો રાઉન્ડ સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવી ગયો છે.

અશોકભાઈ પટેલે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદમાં આંકડા મુજબ નોર્થ ગુજરાતમાં 120.5%, દક્ષિણ ગુજરાતમાં 119%, મધ્ય ગુજરાતમાં 92%, કચ્છમાં 178% અ‍ને સૌરાષ્ટ્રમાં 106% વરસાદ નોંધાયો છે.

આ સાથે જ વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તારીખ 16થી 23 સપ્ટેમ્બર સુધીની આગાહી કરતા જણાવેલ છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં તારીખ 16થી 23 સપ્ટેમ્બર દરમિયાન એક બે દિવસ ઝાપટા પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

નોર્થ ગુજરાતમાં આગાહી સમયમાં અમુક દિવસે છૂટાછવાયા ઝાપટા અને હળવો વરસાદ તો મધ્ય ગુજરાતમાં પણ છુટાછવાયા ઝાપટા જોવા મળશે તેવી સંભાવનાઓ છે.

તેમજ દક્ષિણ ગુજરાતમાં આગાહી સમય દરમિયાન છુટાછવાયા ઝાપટા અને હળવો વરસાદ પડશે તેવી શક્યતાઓ છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment