ફરી પાછું લો પ્રેશર: આટલાં દિવસની વરાપ બાદ ફરીવાર કડાકા ભડાકા સાથે ભારે વરસાદ

એક સાર્વત્રિક લાંબા સારા રાઉન્ડનો ગઈકાલે અંત થયો છે. જતા જતા કાલે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડતો ગયો. હવે વરાપની અને આગળ વાતાવરણ કેવુ રહેશે તે અંગેની માહિતી મેળવીએ.

મિત્રો 23 તારીખ સુધીના આગાહીના દિવસો દરમિયાન રાજ્યભરમાં મુખ્યત્વે વરાપ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં ક્યારેક ક્યાંક હળવા ભારે ઝાપટા જોવા મળશે. પણ બાકીના બધા વિસ્તારમાં ખાસ કંઈ જણાતું નથી. સીમીત વિસ્તારમાં ક્યારેક રેડુ ઝાપટુ પડી જાય તો એકલ દોકલ વિસ્તારમાં ક્યારેક લોકલ લવેલે વાદળ બંધાઈ સારો વરસાદ પડી જાય બાકી ખાસ કંઈ વધુ શકયતા આગાહીના દિવસોમાં દેખાતી નથી એટલે કે મુખ્યત્વે આ સમયગાળા દરમિયાન વરાપ રહેશે.

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર આગામી બે દિવસમાં બનશે જે ધીમી ગતિએ આગળ વધી મધ્યપ્રદેશ પર આવશે અને ત્યાંથી ઉત્તર તરફ ખસી જશે તેવી શકયતા છે. તેનો આનુસંગિક સર્ક્યુલેશન કે ટ્રફ અરબીસમુદ્ર સુધી લંબાઈ તેવી શકયતા દેખાતી નથી એટલે એ લો પ્રેશર ગુજરાતને ખાસ વધુ અસર કરશે તેવું લાગતું નથી.

એટલે કહી શકાય કે આ ગયો સાર્વત્રિક અને સારો રાઉન્ડ છેલ્લો હતો. હવે આટલો સારો અને સાર્વત્રિક રાઉન્ડ આવે તેવી શકયતા દેખાતી નથી. પરંતુ હજુ એક કડાકા ભડાકા વાળો છૂટો છવાયો રાઉન્ડ આવશે.

આ છૂટાછવાયા રાઉન્ડમાં જેનો વારો નહિ આવે એના માટે આ છેલ્લો રાઉન્ડ થઈ ગયો બાકી જ્યાં વરસાદ પડશે તેને એ છેલ્લો રાઉન્ડ ગણાશે.

રાજસ્થાનમાંથી ચોમાસાની સત્તાવાર વિદાઈની શરૂઆત આ મહિનાના અંતિમ દિવસોમાં અથવા ઓક્ટોમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં જોવા મળશે તેવી શકયતા છે. પહેલા રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાઈ શરૂ થાય ત્યારબાદ ક્રમશ ગુજરાતમાંથી વિદાઈ થતી હોય છે.

આગોતરું એંધાણ:- આગાહી બાદના શરૂઆતના બે ત્રણ દિવસ દરમિયાન લો પ્રેશર મધ્યપ્રદેશ ઉપર હશે ત્યારે જો ને તો ની દ્રષ્ટિએ તેની થોડી ઘણી અસર દક્ષિણ ગુજરાત અને મધ્યપૂર્વ ગુજરાતમાં થઈ શકે તો ત્યાં થોડી ઘણી એક્ટિવિટી જોવા મળી શકે બાકી બીજે બધે એકલ દોકલ વિસ્તારમાં થોડી એક્ટિવિટી થઈ જાય તો થઈ જાય તેમ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *