અશોકભાઈ પટેલની આગાહી/ આજથી 12 ઓગસ્ટ સુધીની આગાહી, ધોધમાર વરસાદની આગાહી

WhatsApp Group Join Now

રાજ્યમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે તેવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અશોકભાઇ પટેલે આજથી 12 તારીખ સુધીમાં ગુજરાતના વિસ્તારોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને આગાહી કરી છે.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 5 ઓગષ્ટથી 12 ઓગષ્ટ સુધી મેઘરાજાનો સારો એવો રાઉન્ડ આવી રહ્યો છે. તેઓએ ગત આગાહીમાં જણાવેલ કે 4થી 10 ઓગસ્ટ દરમિયાન ચોમાસુ માહોલ ફરીથી જામશે. તે અનુસંધાને ગઈકાલે રાજયના 177 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં 104 તાલુકામાં 10 મી.મી. થી વધુ વરસાદ થયો છે.

અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે, ચોમાસું ધરી હાલ સક્રિય છે અને નોર્મલ પોઝિશનથી દક્ષિણ બાજુ છે અને આવતા ચાર પાંચ દિવસ દક્ષિણ બાજુ રહેશે. ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં તારીખ 7 ઓગસ્ટના લો પ્રેસર થવાની શક્યતા છે. એક ઈસ્ટ વેસ્ટ સીઅરઝોન 8 ઓગસ્ટના મુંબઈ લેટીટ્યુડ ઉપર સક્રિય થશે. જે આવતા દિવસોમાં ગુજરાત તરફ ગતિ કરશે.

વેધર એનાલિસ્ટ છે અશોકભાઈ પટેલ તારીખ 5થી 12 ઓગસ્ટ સુધી આગાહી કરતા જણાવેલ છે કે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ જે પૈકી સીમીત વિસ્તારમાં ભારે અને અતિ ભારે વરસાદ અલગ અલગ દિવસે વરસશે. આગાહી સમય દરમિયાન વરસાદની કુલ માત્રા 50થી 75 મીમી તેમજ સીમીત વિસ્તારોમાં ભારેથી અતિભારે વિસ્તારોમાં 150 મીમીથી પણ વધુ વરસાદ પડી શકે છે.

કચ્છમાં હળવો મધ્યમ છે પૈકી સીમિત વિસ્તારોમાં ભારે અલગ અલગ દિવસે કુલ માત્રા 25થી 50 મીમી જેમાં ભારે વરસાદ વાળા વિસ્તારોમાં 100 મીમીથી વધુ વરસાદ પણ પડી શકે છે.

ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ સીમિત વિસ્તારમાં ભારે અલગ અલગ દિવસે 50થી 75 મીમી જેમાં ભારે વરસાદ વાળા વિસ્તારોમાં 100 મીમીથી વધુ વરસાદ પણ પડી શકે છે.

મધ્ય ગુજરાતમાં હોવાથી અલગ અલગ દિવસે રહેશે છે આગાહી સમય દરમિયાન 50થી 75 જેમાં ભારે વરસાદ વાળા વિસ્તારોમાં 150 મીમીથી વધુ વરસાદ પણ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં હળવા-મધ્યમ-ભારે જે પૈકી સીમિત વિસ્તારમાં વધુ ભારે અલગ અલગ દિવસે 50થી 100 મીમી તો વધુ ભારે વિસ્તારમાં 200 મીમી વટાવી જાય તેવો વરસાદ પડી શકે છે.

આગાહી સમયમાં સમગ્ર ગુજરાતમાં એકલ દોકલ વિસ્તારમાં જ્યા વધુ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તે વિસ્તારોમાં વરસાદના આંકડા 250 મીમીને પણ વટાવી જાય તેવી શક્યતા છે.

ખાસ નોંધ:  હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment