ફરી આગાહી બદલાઈ; ચાર દિવસ આટલા જિલ્લામાં એલર્ટ જાહેર, જાણો ક્યાં ક્યાં?

આજથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધવાની સંભાવના છે. જેને લઇ આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના 3 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજની 6 ઓગસ્ટની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.

આવતી કાલ 7 ઓગસ્ટની આગાહી
આવતી કાલે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

8 ઓગસ્ટની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ 8 તારીખે જુનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય પોરબંદર, ભાવનગર, અમરેલી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરુચ, તાપી અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે.

9 ઓગસ્ટની આગાહી
આગાહી અનુસાર નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગ અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય રાજકોટ, ગીર સોમનાથ, મોરબી, અમદાવાદ, ખેડા, આણંદ, ભરુચ, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 174 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 5 ઈંચ, ધ્રાંગધ્રામાં સવા 4 ઈંચ, બોટાદમાં પોણા 4 ઈંચ, ઉનામાં 3.5 ઈંચ, ગઢડામાં 3.5 ઈંચ, મહુધામાં 3 ઈંચ, મહુવામાં 3 ઈંચ, લિંબડીમાં 2.5 ઈંચ, જોટાણામાં 2.5 ઈંચ, માતરમાં 2.5 ઈંચ અને માંડલમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *