વરસાદ એલર્ટ: આગામી ત્રણ દિવસ ભારે વરસાદ, ક્યાં ક્યાં જિલ્લામાં?

WhatsApp Group Join Now

રાજ્યમાં હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે 13 તારીખે ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર નગર હવેલી, વલસાડ, જુનાગઢ અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ ભાવનગર, અમરેલી, દીવ, સુરત, તાપી અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સિવાય રાજકોટ, જામનગર, આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, કચ્છ અને સાબરકાંઠાના છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આવતી કાલે 14 તારીખે અમરેલી, ગીર સોમનાથ, દીવ, વલસાડ, ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ જૂનાગઢ, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય આવતી કાલે ભરુચ, નર્મદા, રાજકોટ અને પોરબંદરના છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

15 તારીખે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ભાવનગર, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્યમાં NDRF-SDRFની 18-18 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ઉપરોકત રેડ એલર્ટ વાળા જિલ્લાઓમાં જરૂર પડ્યે ટીમો રેસ્ક્યૂની કામગીરીમાં યુધ્ધના ધોરણે કામે લાગી જશે.

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ગુજરાતમાં નદી હોય કે નાળા, ડેમ હોય કે જળાશયો બધુ જ પાણી પાણી થઈ ગયું છે. રાજ્યમાં કુલ 18 જળાશયો હાઇએલર્ટ પર મુકાયા છે. તેમજ 8 જળાશયોની સપાટી ભયજનક સ્તર પર પહોંચવા આવી છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment