રાજ્યમાં મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. ત્યારે હજી પણ રાજ્યનાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થાય આગાહી કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં હાલ મેઘમહેર શરૂ થયો હોવાથી છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે કલેકટર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ભારે વરસાદને કારણે આવતીકાલથી તમામ શાળા-કૉલેજો આગામી આદેશ સુધી બંધ રાખવાના રહેશે. વહીવટી તંત્ર તરફથી બીજી સૂચના ન મળે ત્યાં સુઘી સદરહુ આદેશનું પાલન કરવાનું રહેશે.
આ સિવાય અમદાવાદમાં પણ ગઇકાલે ભારે વરસાદ થયો હતો જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે એટલા માટે અમદાવાદમાં આજનો દિવસ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ તેમજ અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આવતી કાલે 12 જુલાઈના રોજ નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ તથા જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય અમદાવાદ, આણંદ, નર્મદા, અમરેલી અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે
13 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથ અને જુનાગઢમાં રેડ એલર્ટ તથા રાજકોટ, અમરેલી,બોટાદ, ભરૂચ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
14 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ તથા પોરબંદર, જુનાગઢ, ભરૂચ, ભાવનગર, નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો વળી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર,રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.