રાજ્યમાં આવનારા ત્રણથી ચાર દિવસ ખૂબ જ ભારે રહેશે. Weather Model મુજબ 12 જુલાઈથી 14 જુલાઈ સુધીના દિવસો દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ભયજનક સાબિત થાય તેવું ગ્લોબલ મોડલમાં જણાય રહ્યું છે.
આજે રાજ્યમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છ એટલે કે સમગ્ર રાજ્યમાં વરસાદી મહેર ચાલુ રહેશે. જેમાં અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આગળ ચાલી રહી છે. જે 13 તારીખે ગુજરાતમાં મજબૂત થઈ અને ફરીથી લો પ્રેશર અથવા તો વેલમાર્ગ લો પ્રેસરમાં ફેરવાશે એવું GFS મોડલ બતાવી રહ્યા છે.
જેની અસરથી 13 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સાથે પવનનું જોર રહેશે તેવું વેધર મોડેલમાં જણાઈ રહ્યું છે.
હાલના મોડલના અંદાજ પ્રમાણે આ સિસ્ટમ દ્વારકાના દરિયામાં વધુ મજબૂત બની અને ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવું જણાઈ રહ્યું છે. ટૂંકમાં ગુજરાત માટે 13 અને 14 જુલાઈનો વરસાદ ખુબ ભયજનક રહે તેવી શક્યતાઓ છે.
હવામાન વિભાગ દ્વારા (10 તારીખની અપડેટ મુજબ) આગામી બે દિવસ માટે રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.
12 જુલાઇની આગાહી: આવતી કાલે ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત અને તાપીમાં અતિભારે વરસાદ તથા ગીર સોમનાથ, જૂનાગઢ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવેલી છે.
13 જુલાઇની આગાહી: 13મી જુલાઈએ ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, ભરૂચ, સુરત અને તાપીમાં અતિભારે વરસાદ તથા અમરેલી, પોરબંદર, અમદાવાદ, આણંદ, વડોદરા અને નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવેલી છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.