રાજ્યમાં વરસાદ જુલાઈ મહિનામાં ભારે કહેર મચાવ્યો છે ત્યારે આજથી વરસાદનું જોર ઘટી જશે. પરંતુ જુલાઈ મહિના બાદ ઓગસ્ટ માસમાં પણ ભારે વરસાદના સંજોગો સર્જાશે. ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર ચોમાસુ પુનઃ સક્રિય થશે તેવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે. હાલ રાજ્યમાં વરસાદ થોડો વિરામ લીધો છે ઘણા વિસ્તારોમાં વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે જેના લીધે ખેડૂતો પોતાના ખેતી કામોમાં લાગી ગયા છે. ત્યારે ખેડૂતોને જણાવવાનું કે ફરીથી ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે.
Cola Wetherની વેબસાઈટના પૂર્વાનુમાન અનુસાર આવતા મહિનાની 4 તારીખથી 12 તારીખ દરમિયાન ફરી બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવના છે એટલે કે ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડનું આગમન થઈ શકે છે. આમ, ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તેવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે.
જુલાઈ મહિનાનો અંત થોડા દિવસોમાં આવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે અને ઓગસ્ટમાં ફરી એકવાર સારો વરસાદ આવશે. વરસાદના નક્ષત્રની વાત કરીએ તો 3 ઓગસ્ટથી વરસાદના આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે અને આ નક્ષત્ર શરૂ થતાં જ રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે.
આ વખતે લા-નીનોની સ્થિતિના કારણે આ વખતે વધુ વરસાદ પડે તેવી આગાહી છે. રાજ્યમાં 2 ઓગસ્ટથી 4 ઓગસ્ટમાં ભારે વરસાદના યોગ જણાય રહ્યા છે. તો 5, 6, 7 થી 9 ઓગસ્ટ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે અને 14 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં સારા વરસાદના સંજોગો છે.
બીજી બાજુ જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યમાં ભારે વરસાદનો યોગ રહેશે. અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે, 27મી જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને એક સપ્તાહ બાદ દેશમાં ફરીથી ચોમાસું સક્રિય થશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, બીજી ઓગસ્ટથી ચોથી ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.