સૌથી મોટી આગાહી: 48 આગાહીકારો દ્વારા મોટી આગાહી, વાવણી લાયક વરસાદ ક્યારે થશે?

WhatsApp Group Join Now

આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે 28મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાંથી 48 જેટલા આગાહીકારો દ્વારા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી હતી. સાથે જ ચોમાસા દરમિયાન વરસાદ કેવો રહેશે? તેમજ અતિવૃષ્ટિ અને વાવાઝોડાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી હતી.

આગાહી કારો દ્રારા પક્ષીઓ, ભડલી વાક્યો, ખગોળ વિજ્ઞાન, જ્યોતિષ શાસ્ત્ર, હવામાન શાસ્ત્ર, નક્ષત્રો, જેવા વિવિધ અવલોકનોનાં આધારે આવનાર ચોમાસુ કેવું રહેશે? તેને લઈને આગાહી કરવામાં આવી છે.

જૂન મહિનાની આગાહી:

અત્યારે ચાલુ જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં સર્વત્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

જુલાઈ, ઓગસ્ટ અને ઓક્ટોમ્બર મહિનાની આગાહી:

જુલાઈ મહિનાની મધ્યમાં અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અતિવૃષ્ટિ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. ચોમાસાના વિદાયને લઈને એવી આગાહી કરવામાં આવી છે કે ઓક્ટોબર મહિનાનાં ત્રીજા અઠવાડિયામાં ચોમાસુ વિદાય લેશે.

નવેમ્બર મહિનાની આગાહી:

આ સાથે આ વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમમાં એવું પણ જણાવવામાં આવ્યું હતુ કે, નવેમ્બર મહિનામાં ચોમાસુ પૂરું થતાં પણ રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠા પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ વર્ષના ચોમાસાની વાત કરીએ તો આગાહીકારોએ એવું જણાવ્યું હતું કે આ વર્ષનું ચોમાસુ મધ્યમ રહેશે, એટલે કે અમુક જગ્યાએ વધુ તો અમુક જગ્યાએ ઓછો વરસાદ થશે તેવી આગાહિકારો દ્વારા આગાહી કરવામાં આવી છે. આ વર્ષે 12થી 14 આની જેટલો વરસાદ થાય તેવી આગાહી આગાહીકારો દ્વારા કરવામાં આવી છે.

દરિયા કાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ પડશે તેવી આગાહી આગાહીકારો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોને લઈને આગાહીકારોએ આગાહી કરતાં જણાવ્યું છે કે, આ વર્ષે કપાસ, મગફળી, એરંડા અને તુવેરનો પાક સારો થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આવી વધારે માહિતી મેળવવા અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment