આજે અરબી સમુદ્રમાં બનશે લો પ્રેશર; ગુજરાત થઈ જાય તૈયાર, આ જિલ્લામાં થશે ભારે વરસાદ

WhatsApp Group Join Now

જૂન મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. હજી સુધી રાજ્યમાં કોઈ મોટી સિસ્ટમથી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવ્યો નથી. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

મિત્રો સૌરાષ્ટ્રની દક્ષિણે અરબ સાગરમાં જે અપર લેવલ સર્ક્યુલેશન છવાયુ છે. તે 26 જૂને લો પ્રેશરમાં ફેરવાય તેવી સંભાવના global મોડલમાં જણાઈ રહી છે. આ સર્ક્યુલેશન લો પ્રેશર સુધી પહોંચી શકે છે તેવું ગ્લોબલ મોડલ સુચવી રહ્યું છે.

નવા મીની વાવાઝોડાની સાયક્લોનિક સીસ્ટમ મુંબઈના દરિયાકાંઠે સક્રિય થઈ છે. એટલે કે નવું લો પ્રેશર બની રહ્યું છે. જે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ લાવશે. હવામાન મોડેલ પ્રમાણે લો પ્રેશર એરિયા આજ સાંજ સુધીમાં ગુજરાતના દરિયકાંઠાના વિસ્તારોમાં આવી જશે. જેના લીધે આજે રાત્રે અને આવતી કાલે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકી શકે છે.

આ મીની સાયક્લોનિક સીસ્ટમનાં કારણે ચોમાસુ ગુજરાતમાં આગળ વધશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના બીજા વિસ્તારોમાં પણ 30 તારીખ સુધીમાં વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગનું અનુમાન: રાજ્યમાં હજી પણ વરસાદની ઘટ
આ સિવાય રાજ્યમાં હજી પણ વરસાદી ઘટ હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે. ગત વર્ષે જૂન મહિનામાં 12 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે ચાલુ વર્ષે જૂન મહિનાના અંતિમ અઠવાડિયા સુધીમાં માત્ર 5.50 ટકા જ વરસાદ નોંધાયો છે.

આવતી કાલે સોમવારે ડાંગ, નવસારી, વલસાદ, દમણ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યના 251 તાલુકાઓમાંથી 11 તાલુકાઓ તો હજુ પણ સાવ કોરાધાકોર છે. જ્યારે 145 તાલુકાઓમાં બે ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. માત્ર બે જ તાલુકાઓમાં સરેરાશ 10 ઈંચથી વધારે વરસાદ થયો છે. જેમાં સુરતના કામરેજ અને વલસાડ જિલ્લાના ઉમરગામનો સમાવેશ થાય છે.

નોંધ: આ વેધર મોડેલ મુજબનું અનુમાન છે. વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment