સાવધાન: કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદની આગાહી, કાલથી 7 જુલાઈ સુધી, ક્યાં ક્યાં જિલ્લામાં?

WhatsApp Group Join Now

ગુજરાતમાં હવે ચોમાસાનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, ટુંક સમયમાં નદી-નાળા છલકાઈ જશે તેવો વરસાદ પડશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તેમણે કહ્યુ કે, અમદાવાદમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે. 5 મી જુલાઇ સુધી ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે.

વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, તેથી 10થી 15 તારીખમાં ભારે વરસાદ આવશે. ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. નદી નાળા છલકાઈ જશે તેવો વરસાદ થશે.

આ સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઇ રહી છે અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસમાં સુરત, નવસારી , વલસાડ, વાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજુ 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના ગુજરાતમાં વરસાદ આવશે.

આવતી કાલથી 7 જુલાઈ સુધીની આગાહી:

4 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી

5 જુલાઈએ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી

6 જુલાઈએ વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી

7 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીર-સોમનાથમાં ભારે વરસાદની આગાહી

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment