સાવધાન: કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદની આગાહી, આજથી 26 જુલાઈ સુધી, ક્યાં ક્યાં જિલ્લામાં?

WhatsApp Group Join Now

રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો આજથી શરૂ થઇ શકે છે. ત્યારે હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહીના પગલે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા માટે આજે અને આવતી કાલે રવિવારે એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં વરસાદની વાત કરીએ તો આજે અને કાલે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જેમાં રવિવારે વરસાદની સંભાવના વધીને 90 ટકા દર્શાવવામાં આવી છે. રાજ્યમાં મોસમનો સરેરાશ 60 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે એટલે કે શનિવારે કચ્છ,બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદના લીધે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આવતીકાલે રવિવારે કચ્છમાં અતિ ભારે વરસાદના કારણે ઓરેન્જ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

સોમવારે રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ અને દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે

રાજ્યમાં ધોધમાર વરસાદના લીધે રાજ્યના 50 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment