અશોકભાઈ પટેલની આગાહી/ આજથી 27 જુલાઈ સુધીની આગાહી, ધોધમાર વરસાદની આગાહી

WhatsApp Group Join Now

ગુજરાતમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે જોકે આ વખતે વરસાદનો વધુ લાભ કચ્છ અને ઉત્તર ગુજરાતને મળશે તેમ વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું હતું.

અશોકભાઈ પટેલે જણાવેલ ગત આગાહીમાં જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદમાં રાહત જોવા મળશે. તે મુજબ છેલ્લા પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 9 મીમી, ઉત્તર ગુજરાતમાં 31 મીમી, મધ્ય ગુજરાતમાં 54 મીમી અને દક્ષિણ ગુજરાતમાં 46 મીમી વરસાદ પડ્યો હતો.

એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ મધ્ય પાકિસ્તાન અને લાગુ રાજસ્થાન ઉપર છે જે 5.8 કીમીના લેવલની ઊંચાઈ સુધી ફેલાયેલ છે. બીજુ એક અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થ ઓડિસા અને આસપાસના વિસ્તારોમાં 5.8 કીમીના લેવલ સુધી ફેલાયેલ છે. આવતા દિવસોમાં બંને યુએસીનું બહોળું સર્ક્યુલેશન થશે.

વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે તારીખ 22થી 27 જુલાઈ સુધીની આગાહી કરતા જણાવેલ છે કે, ઉત્તર ગુજરાતમાં આગાહીના સમય દરમિયાન હળવાથી મધ્યમ-ભારે વરસાદ તો સીમિત વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતમાં આગાહીના સમય દરમિયાન હળવાથી મધ્યમ-ભારે વરસાદ તો અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ તથા મધ્ય ગુજરાતમાં અમુક દિવસે હળવાથી મધ્યમ-ભારે વરસાદ તો સીમિત વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

જ્યારે કચ્છમાં મધ્યમ-ભારે વરસાદ તો સીમિત વિસ્તારમાં અતિ ભારે વરસાદ તથા સૌરાષ્ટ્રમાં આગાહીના સમય દરમિયાન અલગ અલગ દિવસે છુટા છવાયા વરસાદી ઝાપટા તથા સીમિત વિસ્તારમાં ભારે અથવા વધુ ભારે વરસાદ પડશે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment