ગુજરાતમાં દે ધનાધન/ લો પ્રેશર બનતાં 12 તારીખ સુધી ગુજરાતમાં મેઘતાંડવ, અતિ ભારે વરસાદ

WhatsApp Group Join Now

વેસ્ટન ડિસ્ટર્બન્સની સામાન્ય અસરને પગલે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદી ઝાપટાં સ્વરૂપે ઘણા ભાગોમાં સારો વરસાદ પડ્યો છે. જોકે હવે 6 અને 7 તારીખ સુધી નાનો વિરામ રહેશે ત્યાર પછી 8 તારીખથી 13 તારીખ દરમિયાન ભારે વરસાદનો રાઉન્ડ આવશે.

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત પર આવશે જેને કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે. Cola Wether વેબસાઇટનાં ડેટા મુજબ 10થી 12 તારીખ સુધીમાં ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ પડશે. વેધર મોડેલ મુજબ દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ પડે તેવી સંભાવના છે.

રવિવારની આગાહી
આવતી કાલે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

સોમવારની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ 8 તારીખે જુનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય પોરબંદર, ભાવનગર, અમરેલી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરુચ, તાપી અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે.

મંગળવારની આગાહી
આગાહી અનુસાર નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગ અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય રાજકોટ, ગીર સોમનાથ, મોરબી, અમદાવાદ, ખેડા, આણંદ, ભરુચ, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ નોંધ:  હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment