બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય / ગુજરાતમાં આ તારીખથી મેઘો થશે અનરાધાર

WhatsApp Group Join Now

બંગાળની ખાડીમાં રહેલુ સાયકલોનીક સર્ક્યુલેશન ગઈ કાલે સાંજે મજબૂત થઈને લૉ પ્રેશર સિસ્ટમમાં ફેરવાઈ ગયું છે. આ સિસ્ટમને સંલગ્ન UAC વાતાવરણમાં 7.6km ની ઉંચાઈ સુધી વિસ્તરેલ છે તથા ઉંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ દિશામાં ઢળે છે. આ સિસ્ટમ હાલ બંગાળની ખાડીમાં ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારમાં સ્થિત છે જે આગામી 48 કલાકમાં વધુ મજબૂત થઈ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે અને ઓરિસ્સા તથા છત્તીસગઢ ઉપર છવાશે.

જ્યાંથી વધુ આગળ ગતિ કરી 9-10-11 ઓગષ્ટ દરમ્યાન પશ્ચિમ મધ્યપ્રદેશ અને લાગુ ગુજરાતના વિસ્તારો ઉપર આવશે. ગુજરાત સુધી પહોંચવા સાથે આ સિસ્ટમ વધુ મજબૂત થઈને વેલમાર્ક લૉ પ્રેશર કે તેથી પણ વધુ મજબૂત થવાની સંભાવના રહેલી છે.

લો- પ્રેશરની અસરથી ગુજરાતમાં 8 ઓગષ્ટથી 12 ઓગષ્ટ સુધી અલગ અલગ વિસ્તારોમાં હળવા મધ્યમ ભારે અને અમુક સ્થળોએ અતિભારે વરસાદ પડવાની શકયતા છે. સિસ્ટમના ટ્રેક અને ટ્રફના લોકેશન મુજબ વરસાદના વિસ્તારો અને તિવ્રતામાં ફેરફાર થઈ શકે છે.

 હવામાન વિભાગની રવિવારની આગાહી
આવતી કાલે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

સોમવારની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ 8 તારીખે જુનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય પોરબંદર, ભાવનગર, અમરેલી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરુચ, તાપી અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે.

મંગળવારની આગાહી
આગાહી અનુસાર નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગ અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય રાજકોટ, ગીર સોમનાથ, મોરબી, અમદાવાદ, ખેડા, આણંદ, ભરુચ, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ નોંધ:  હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment