પૂર્વાનુમાન / 24થી 3 તારીખ સાર્વત્રિક વરસાદની આગાહી, ભુક્કા કાઢશે વરસાદ

WhatsApp Group Join Now

આગામી 8થી 10 દિવસમાં બધી બાજુ એક સારો સાર્વત્રિક વરસાદ આવી જાય તેવી શકયતા દેખાય છે તે મુજબ આગામી 10 દિવસ એટલે કે 23 જુનથી 3/4 જુલાઈ સુધીમાં બધી બાજુ સાર્વત્રિક વરસાદ થઈ જવાની સંભાવના છે.

સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એટલે એમ ન સમજવું કે બે ચાર દિવસમાં બધા વિસ્તારોમાં વરસાદ થઈ જશે. કારણ કે સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ 10 દિવસ આસપાસનો છે. એટલે બધા વિસ્તારને કવર કરવા માટે આટલા દિવસો લાગશે.

હાલ જે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે એ કોઈ બંગાળની ખાડીના લોપ્રેશર હેઠળનો રાઉન્ડ નથી કે બે ચાર દિવસમાં બધા વિસ્તારોમાં સારો વરસાદ થઈ જાય. હાલ એવી મોટી કોઈ સિસ્ટમ નથી પરંતુ આગામી 10 દિવસ ગુજરાતમાં અરબીસમુદ્રનું સાયકલોનીક સર્ક્યુલેશન, શીયરઝોન, ટ્રફ જેવા વિવિધ પરિબળો અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં પોતાની અસર બતાવશે. એટલે આવી રીતે આગામી 10 દિવસોમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે છે.

હાલ શરૂઆતના દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાજુ જોર વધુ રહેશે. સમય જતા જતા ઉત્તર ગુજરાત અને કચ્છ બાજુ પણ વરસાદનું જોર વધશે. આવી રીતે અલગ અલગ સમયે અલગ અલગ વિસ્તારમાં જોર રહશે તો બધી બાજુ વરસાદ થઈ જશે. આગામી 10 દિવસમાં અમુક અમુક દિવસે અમુક અમુક સીમીત વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા પણ રહેશે.

મુંબઈની આજુબાજુના દરિયામાં અપર લેવલ એર સર્ક્યુલેશનથી (UAC) રાજ્યમાં આજે ઠેર-ઠેર વરસાદી માહોલ બનશે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદના સંજોગો ઊભા થયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ સારો બનશે. તેમજ વરસાદ વિહોણા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદના ખૂબ જ સારા સંકેતો રહેલા છે.

આવતી કાલથી 26 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, વાપી અને દાદરા-નગર-હવેલીમાં ભારે વરસાદ વરસશે. બીજી બાજુ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ વરસશે તેમ જણાવ્યું છે.

વલસાડમાં 24થી 26 જૂન સુધી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જેના પગલે નવસારીમાં NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. તો બીજી તરફ SDRFની એક-એક ટીમને સુરત અને ભરૂચમાં મુકવામાં આવી છે. આમ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓને જોતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.

નોંધ: આ હાલના વેધર મોડેલ મુજબનું અનુમાન છે. જેમાં કુદરતી પરિબળોના કારણે ફેરફાર થઈ શકે છે. હવામાન, વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

આવી વધારે માહિતી મેળવવા અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment