આજથી નવી વરસાદી સિસ્ટમ સક્રિય/ આવતી કાલે અતિ ભારે વરસાદથી NDRF ટીમ એલર્ટ પર, ક્યાં ક્યાં જિલ્લામાં?

WhatsApp Group Join Now

મુંબઈની આજુબાજુના દરિયામાં અપર લેવલ એર સર્ક્યુલેશનથી (UAC) રાજ્યમાં આજે ઠેર-ઠેર વરસાદી માહોલ બનશે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદના સંજોગો ઊભા થયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ સારો બનશે. તેમજ વરસાદ વિહોણા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદના ખૂબ જ સારા સંકેતો રહેલા છે.

આજની આગાહી (23 તારીખની આગાહી):
આજે દમણ-દાદરાનગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં આગાહી આપવામાં આવેલી છે.

તારીખ 24થી 26 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, વાપી અને દાદરા-નગર-હવેલીમાં ભારે વરસાદ વરસશે. બીજી બાજુ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ વરસશે તેમ જણાવ્યું છે.

વલસાડમાં 24થી 26 જૂન સુધી અતિભારે વરસાદ પડવાની સંભવના છે. જેના પગલે વડોદરાથી NDRFની એક ટીમ નવસારી પહોંચી ગઈ છે. તો SDRFની એક-એક ટીમને સુરત અને ભરૂચમાં મુકવામાં આવી છે. આમ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓને જોતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.

આ સિવાય હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘રાજ્યમાં આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટોછવાયો વરસાદ વરસશે. જો કે, અમદાવાદમાં હજુ વરસાદની રાહ જોવી પડશે. 24 જૂનના રોજ થંડરસ્ટ્રોમ સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.

WhatsApp Group Join Now

Leave a Comment