નવરાત્રીના વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, ભારે વરસાદ? જાણો ક્યાં ક્યાં?

WhatsApp Group Join Now

હવામાન વિભાગે આજરોજ રાજ્યમાં વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી 5 દિવસ રાજ્યમાં છૂટો-છવાયો વરસાદ વરસી શકે છે. આ સિવાય નવરાત્રીના તહેવાર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ અમરેલી આસપાસ છુટોછવાયો વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે વરસાદનું જોર વધશે. જેને લઈને વલસાડ અને દમણમાં ભારે વરસાદ રહી શકે છે. એક દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે સત્તાવાર રીતે કચ્છમાં ચોમાસાની વિદાય થઇ હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદની સ્થિતિ
આ વખતે સમગ્ર રાજ્યમાં 10 ઈંચથી ઓછો વરસાદ પડયો હોય તેવો એકપણ તાલુકો નથી. 10થી 20 ઈંચ વરસાદ પડયો હોય તેવા 34, 20થી 40 ઈંચ વરસાદ પડયો હોય તેવા 130 અને 40 ઈંચથી વધુ વરસાદ પડયો હોય તેવા 87 તાલુકા છે.

સરેરાશની રીતે સૌથી વધુ વરસાદ પડયો હોય તેવા રીજીયનમાં કચ્છ મોખરે છે. કચ્છમાં 33.25 ઈંચ સાથે સીઝનનો 185 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાંથી સીઝનનો સૌથી ઓછો 93.26 ટકા વરસાદ પડયો છે.

ગુજરાતમાં ગત વર્ષે 98.48 ટકા, 2020માં 136.85 ટકા, 2019માં 146.17 ટકા, 2018માં 76.73 ટકા વરસાદ નોંધાયો હતો. આમ, બે વર્ષ બાદ આ વખતે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર માત્ર દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના છે. આ પછી રાજ્યભરમાં ભારે વરસાદની સંભાવના નહિવત્ છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment