નવી નકોર આગાહી; 17 અ‍ને 18 તારીખે ભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં વિસ્તારમાં?

રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાલ સારો એવો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ તરફથી રાજ્યમાં સામાન્ય વરસાદની તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના ડારેક્ટર મનોરમાં મોહંતીએ જણાવ્યું હતું કે, “આજે અને કાલે અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. પાંચ દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. એકથી બે જગ્યાએ આજે અને કાલે ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ બનેલું રહેશે. સાંજે અને રાત્રે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી.”

હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે એટલે કે 16 જૂને ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, ગુરુવારે સવારે છ વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીમાં સૌથી વધારે ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ સુરતના કામરેજમાં એક ઇંચ વરસાદ પડ્યો છે.

19 તારીખ પહેલાં છુટ્ટા-છવાયા વિસ્તારોમાં ઝાપટાનો અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થોડા ચાલુ રહેશે. જેમાં ખાસ કરીને દરીયાકાંઠાના વિસ્તારોમાં વધારે લાભ મળી શકે છે. જોકે હવે વાવણીના વરસાદ માટે 20 તારીખ સુધી રાહ જોવી પડશે, ત્યાર બાદ સારો વરસાદ પડશે.

ગુજરાતના છેલ્લા પાંચ વર્ષના વરસાદના આંકડા

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના ચોમાસાના આંકડા પર નજર કરીએ તો, ગુજરાતમાં વર્ષ 2017માં સરેરાશ 112 ટકા વરસાદ વરસ્યો હતો. વર્ષ 2018માં 76 ટકા, 2019માં 144 ટકા, 2020માં 137 ટકા અને ગયા વર્ષે 2021માં 97 ટકા વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આ વખતે એટલે કે 2022 માં 104 ટકા જેટલો વરસાદ વરસી શકે છે.

વરસાદની વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

 નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.

2 thoughts on “નવી નકોર આગાહી; 17 અ‍ને 18 તારીખે ભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં વિસ્તારમાં?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *