હવામાન વિભાગની મોટી આગાહી: ચાર દિવસ ગુજરાતના આ જીલ્લામાં પડશે વરસાદ

ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાતમાં આવનાર ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 9 થી 11 જૂન વચ્ચે ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ચોમાસુ બેસતા પહેલા વરસાદ પડી શકે છે. તેમજ દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

પવનો બદલાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. જોકે સાત તારીખથી જ ગુજરાતમાં વાતાવરણની અંદર અચાનક પલટો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી પાકિસ્તાન પરથી સૂકા પવનો ગુજરાત પર આવતા હતા, જોકે હવે અરબી સમુદ્ર પરથી આવી રહ્યા છે.

અરબી સમુદ્ર પરથી આવતાં ભેજવાળા પવનો વરસાદને ખેંચી લાવે છે. જેમને કારણે ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. આવનાર દિવસોમાં ઉત્તરોત્તર વરસાદના વિસ્તારોમાં વધારો થશે. 

ચોમાસુ શરૂ થયા પહેલાં જે વરસાદ આવે તેને  પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણવામાં આવે છે. ગઈકાલે કોઈ પણ મોટી સિસ્ટમ કે ટ્રફ વગર લોકલ અસ્થિરતાને કારણે અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જોકે ઘણા વિસ્તારોની અંદર કડાકા-ભડાકા સાથે Thunderstorm નો વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે.

ગઈ કાલે રોહિણી નક્ષત્ર ચાલુ હતું, જો કે આજથી મૃગશીર્ષ નક્ષત્ર શરૂઆત થઇ ચૂકી છે. મૃગશીર્ષ નક્ષત્રનું વાહન ગધેડો છે અને આ નક્ષત્રમાં તોફાની પવન સાથે વરસાદ પડતો હોય છે. ભીમ અગિયારસ પહેલા મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆતમાં પડતો વાવણી લાયક વરસાદ ખેડૂતોને ખૂબ જ ફાયદો અપાવે છે.

સંપૂર્ણ ગુજરાતમાં વાવણી ક્યારે થાશે?

લોકલ અસ્થિરતાને કારણે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. સૌથી પહેલા વાવડીનો લાભ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને મળશે. આ પછી કચ્છ અને ઉત્તર ગુજરાતનો વારો આવશે. જોકે એક સાથે સંપૂર્ણ ગુજરાતમાં વાવણી થાય તેવી કોઈ મોટી સિસ્ટમ હાલમાં ગુજરાત ઉપર કે અરબી સમુદ્ર ઉપર બનેલી નથી. પરંતુ 15 જૂન થી 22 જૂન વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાની પૂરી સંભાવના છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *