આજે રાત્રે ભયંકર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં એલર્ટ, કડાકા ભડાકા સાથે વરસાદ

WhatsApp Group Join Now

આજે રાત્રે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. કચ્છમાં વાદળ છાયા વાતાવરણ સાથે છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાલ પશ્ચિમ બંગાળમાં એક લૉ પ્રેસર બન્યું હોવાથી તેની અસર ગુજરાત પર જોવા મળશે. બંગાળની ખાડીમાં બનેલ આ લો-પ્રેશર સિસ્ટમ હાલમાં મધ્યપ્રદેશ તરફ ગતિ કરી રહ્યું છે અને એક-બે દિવસમાં ગુજરાત ઉપર પણ આવી જશે. જેને કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

રાજ્યમાં આજે રાત્રીથી લઈ કાલ સવાર સુઘીમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શકયતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ સિવાય આણંદ, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

તેમજ હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમાનાથ અને જુનાગઢ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. બાકીના વિસ્તારોમાં વાદળછાયું વાતારણ રહેવાની શકયતા છે. તો અમુક વિસ્તારોમાં સારા વરસાદની શકયતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાત્રે સુરત, નવસારી, વલસાડ, ભરુચ, તાપી, ડાંગ, આણંદ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.

આવતી કાલે બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે તેમજ 6 જુલાઇના રોજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment